GODHARAPANCHMAHAL

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ITI અને નેહરુ યુવા કેન્દ્ર ગોધરાના સંયુક્ત ઉપક્રમે G20 અને Y20 સમિટ (નેબરહુડ યુથ પાલૉમેન્ટ) યુવા જાગુતિ સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર

નિલેશ દરજી શહેરા

મહીસાગર જિલ્લા ITI બાલાસિનોર ખાતે ભારત સરકાર નાં યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય હેઠળ નેહરુ યુવા કેન્દ્ર ગોધરા કચેરી દ્વારા અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુમ કુમલતા.પાંડે યુવાનોને ભારત દ્વારા યજમાન પદે શરૂ થયેલી જી-20 સમિટ વિશે જાણકારી આપવામાં આવી અને જી-20 સમિટથી ભારત કેવી રીતે આવનારા સમયમાં અન્ય દેશોની સરખામણી કરી શકશે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આદિકાળથી ભારત ‘વસુઘેવ કુટુંબકમ’ સમગ્ર વિશ્વ જ એક પરિવારની ભાવના મૂર્તિમત કરી રહ્યું છે ત્યારે વિધાર્થીઓ સમક્ષ પાલૉમેન્ટમાં કરવામાં આવતી કામગીરીની માહિતી આપી. G20 અંતર્ગત ભારતને તા. 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી ભારતની અધ્યક્ષતાં પ્રાપ્ત થઈ છે તેની વિધૉર્થીઓ સાથે ચર્ચા કરી હતી. G20 ની પૂરક ભૂમિકામાં Y20 વિશે યક્ષ એમ ભાવસાર એ ખૂબ ઊંડાણ પૂર્વક મુદ્દાસર મુખ્ય પાંચ મુદ્દાઓની મહત્વની ચર્ચાઓ યુવાનો સાથે કરી હતી. તેમજ ઉર્મિલાબેન વાઘેલા આતરરાષ્ટ્રીય બાજરા વર્ષ 2023 ભાગરૂપે મહત્વની ચર્ચા વિચારણા કરી તેમજ આરોગ્ય વિષય પર ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું અને આત્મનિર્ભર બનાવા માટે જરૂરી સરકાર શ્રી વિવિધ બાગાયત ઉત્પાદનની યોજનાઓ કેવી રીતેલાભ મળે માહિતી  જિલ્લા કક્ષાનાં અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ માં વિવિધ ટીમોઓ એ દેશભક્તિ ગીત. ડાન્સ.જેવી પ્રતિયોગીતામાં ભાગલેનારને પ્રમાણપત્રો, ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર ગોધરાનાં જિલ્લા યુવા અધિકારીશ્રી વિઠ્ઠલભાઈ, ITIના શ્રી હસમુખભાઈ ડાભીઅને અસ્વીનભાઈ પટેલ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. ITIતેમજ આજુબાજુના અન્ય મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!