તા.૧૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના તમામ ૪૨ ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજી ૧૫ દિવસોમાં આશરે ૩૫૦૦ જેટલા લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.
હાલ શનિ-રવિની રજાઓમાં પણ તમામ કચેરીઓ ચાલુ રાખવા ઉપરાંત રાત્રિ કેમ્પ કરી ઇ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી ચાલુ રાખી મહત્તમ શ્રમિકોને લાભ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયત કચેરી ઉપરાંત સસ્તા અનાજની દુકાનો વગેરે સ્થળે પણ ઇ-શ્રમ કાર્ડ નોંધણી કામગીરી કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ કામદારો/શ્રમિકો અને તેમના પરિવારોજનોને રૂ. ૨,૦૦,૦૦૦(બે) લાખ સુધીનું વીમા કવચ મળી શકે તે માટે ઈ-શ્રમ કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે.શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડની નોંધણી કરાવવી સરળ રહે તે માટે જિલ્લાના દરેક તાલુકા અને ગામ ખાતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેમ કોટડાસાંગાણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.આર. ઠોરિયાએ જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો