
હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે આજે અંબાજી- દાંતા પંથકમાં ગાજવીજને બરફના કરા સાથેના વરસાદની શરૂઆત થઈ હતી, જે બપોર બાદ એકાએક કાળા વાદળો છવાતા કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. જોકે આ વરસાદના પગલે ખેજુતોને ભારે નુકસાની વે઼ઠવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહે છે. મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર અંબાજી દાંતા પંથકમાં જે ખેડૂતોએ ઘઉનુ વાવેતર કરેલું હતું તેઓને મો એ આવેલો કોળીયો જુંટવાઈ રહ્યો છે, અને ઘઉંનો પાક જે કાપી અને ખેતરોમાં પૂરા બનાવીને મૂક્યા હતા તે ખેડૂતોના પૂળા ઉપાડે તે પહેલા જ કરા સાથે પડેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘઉંના બાંધેલા પુળા વરસાદી પાણીમાં તરબોળ જોવા મળ્યા હતા, ખેડુતોના મતે આ વરસીદી પાણીમાં ભીંજાયેલા ઘઉં કાળા પડી જશે અને ફુગાઈ જશે જેથી ઘઉ કોઈ જ કામના રહે તેવો લાગતું નથી , અને હવે તો સરકાર આ વિસ્તારોમાં ખેડૂતોને કમોસમી વરસાદના પગલે જે પરિસ્થિતિ નિર્માણ છે જે તેનો સર્વે કરાવી અને વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. અંબાજી પંથકમાં પડેલા વરસાદ અને બરફ ના કરા પગલે વાતાવરણમાં ઠંડક ચોક્કસપણે પ્રસરી છે, પણ ક્યાંક ખેડૂતોછે તેમનો પાક બગડી જતા ક઼ફોડી પરીસ્થિતી મા મુકાયો છે .

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો