વાંસદા તાલુકામાં ફળાઉ રોપાની યોજનામાં એજન્સી દ્વારા લાભાર્થીઓને ગુંઠા દીઠ આ કલમોનું વિતરણ કર્યું નથી
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
વાંસદા તાલુકામાં ફળાઉ રોપાની યોજનામાં એજન્સી દ્વારા લાભાર્થીઓને ગુંઠા દીઠ કલમો આપવાની હોય છતાં આ કલમોનું વિતરણ કર્યું નથી એવું લાભાર્થીઓ દ્વારા જણાવાયું છે. તપાસમાં પંચકેસમાં પણ લાભાર્થીઓને લાભ મળ્યો નથી એવું પુરવાર થયું છે. જોકે એજન્સી દ્વારા ફળાઉ રોપાનું વિતરણ કર્યું હોવાનો રિપોર્ટ વાંસદા આદિજાતિ વિભાગમા મુક્યો હોય જેમાં લાભાર્થીઓના નામ સામે કલમોની સંખ્યા અને લાભાર્થીઓની સહી અને અંગુઠાના નિશાન લીધા હોય પરંતુ આ વિતરણ બુક લાભાર્થીઓને બતાવતા ચોંકાવનારો ખુલાસો થયો છે.
જેમાં શિક્ષિત લાભાર્થીઓના નામો આગળ આગળ અંગૂઠાનું નિશાન અને જે લાભાર્થી અભણ છે તેના નામ આગળ સહી કરી હોય તેમજ વાંસદા તાલુકાના કણધામાં રહેતા મનકભાઈ સાંકર શિક્ષિત છે અને બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ત્રણ ટર્મથી ધારાસભ્યનું ઇલેકશન લડી રહ્યાં છે તેમનું નામ લાભાર્થી તરીકે હતું. તેમને કલમો મળી નથી છતાં વિતરણ બુકમાં એજન્સીએ તેમના નામ પર 40 કલમ મળી ગઇ હોય એમ તેમના નામ આગળ અંગૂઠાનું નિશાન માર્યું હતું. જેને પગલે મનકભાઈ સાંકરે એજન્સી વિરુદ્ધ પોલીસમાં લેખિતમાં અરજી કરી છે તેમજ આવનાર દિવસોમાં એજન્સી વિરુદ્ધ લડત આપવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત વાંસદા આદિજાતિ વિભાગના પટાવાળાના પિતાનું નામ લાભાર્થી તરીકે હોય પરંતુ આજદિન સુધી તેમને પણ કલમ મળી નથી. તેમના નામ આગળ પર વિતરણ થયું હોય એમ અંગૂઠાનું નિશાન માર્યું હોય જે તપાસનો વિષય બન્યો છે. આ પુરાવા સાબિત કરી રહ્યા છે કે એજન્સી દ્વારા મોટાપાયે ગેરરીતિ આચરાઇ છે. વાંસદા તાલુકામાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના લોકોની આજીવિકા માટે અમલમાં મુકેલી કરોડોની ફળાઉ રોપાની યોજનામાં ગાંધીનગર સ્થિત સરકારની એજન્સી ડી. સેગ દ્વારા એમ પેનલ કરી થરાદ સ્થિત એજન્સી જનજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ડાંગ, વલસાડ અને નવસારી એમ ત્રણ જિલ્લાની કામગીરી સોંપાઇ હતી. આ એજન્સીએ વાંસદા, ચીખલી, ખેરગામમાં કામગીરી કરી નહીં તેમજ એજન્સીની કામગીરીનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં અધિકારીઓએ આ બાબતે તાપસ કેમ ન કરી તેમજ તપાસ વગર
એજન્સીને નાણાંની ચકવણી કરી દીધી છે. આદિવાસી વિસ્તારની પ્રજાની ચર્ચાનો વિષય છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો