JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હજારો ખેડૂતોને સંબોધન

માર્કેટીંગ યાર્ડ ખાતે નવનિર્મિત કિસાન ભવનનું લોકાર્પણ તેમજ પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન અને જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : માર્કેટીંગ યાર્ડમાં કિસાન ભવન તેમજ પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવા કૃષિ શિબિર તેમજ જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના મુખ્ય કાર્યાલયના ભૂમિપૂજનનો કાર્યક્રમ આજરોજ યોજાયો.
જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના વરદ્ હસ્તે લોકાર્પણ તેમજ ભૂમિપૂજન થયું. જેમાં વિશાળ સંખ્યામાં રાજકીય તેમજ સામાજીક અને સહકારી ક્ષેત્રના મહાનુભવો અને જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાના ખેડૂત ભાઈઓ અને બહેનોએ હાજર રહી ધન્યતા અનુભવી.
આ કાર્યક્રમના મુખ્ય આયોજક જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ અને જીલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે શાબ્દિક સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે કાશ્મીરમાં ૩૭૦ ની કલમ હટાવ્યા બાદ પહેલી વખત સમયની વ્યસ્તતા વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ પધાર્યા તેનું અમને ગૌરવ અને આનંદ હર્ષની લાગણી અનુભવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રાકૃતિક કૃષિ અંગેનું સપનું સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વેગવંતુ બનાવવા અમિતભાઈ શાહ પધાર્યા છે, એ અમારા માટે વિશેષ ગૌરવની લાગણી છે. કલ્પના બહારની વિશાળ સંખ્યામાં પધારેલ ખેડૂત ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
માર્કેટીંગ યાર્ડમાં કિસાન ભવનનું લોકાર્પણ, પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિપૂજન તેમજ જીલ્લા સહકારી બેંકના મુખ્ય કાર્યાલયનું ભૂમિપૂજન કર્યા બાદ વિવિધ પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મુલાકાત લઈ ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહએ પોતાનો રાજીપો વ્યકત કરેલ. ત્યારબાદ માર્કેટીંગ યાર્ડ અને જીલ્લા સહકારી બેંકના ચેરમને કિરીટભાઈ પટેલ અને ડીરેકટરઓ દ્વારા અમિતભાઈ શાહનું સાફો, ફુલહાર અને યાદગાર મોમેન્ટો થી સન્માન કરેલ.
ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહએ સ્ટેજ પર પધારતાની સાથે સરસ આયોજન અને વ્યવસ્થા જોઈ પ્રસન્નતા વ્યકત કરી માર્કેટીંગ યાર્ડ—જૂનાગઢ અને જીલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલને અભિનંદન આપતા પોતાના વિશેષ પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રાકૃતિક કૃષિ અંગેનું સ્વપ્ન સાકાર કરવા પ્રાકૃતિક કૃષિ તરફ વળવા ખેડૂતોને આહવાન કરેલ.વડાપ્રધાનનું પ્રાકૃતિક કૃષિ અંગેનું સ્વપ્ન સાકાર કરવા પ્રાકૃતિક કૃષિ બજારની પહેલ કરવા બદલ ચેરમેન કિરીટભાઈ પટેલને અભિનંદન પાઠવેલ. અને અમિતભાઈ શાહએ જણાવેલ કે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને અનેકગણા ફાયદા થાય છે. રાસાયણીક ખાતરના ઉપયોગથી જમીનમાં અળસીયાનં અસ્તિત્વ ખતમ થયું છે. અળસીયાથી અલગ પ્રકારના બેકટેરીયા પેદા થાય છે. અળસીયા થકી જમીન પોલી રહે છે. જેથી હવાની હેરફેર અને ભેજ સચવાઈ રહે છે અને માલનું ઉત્પાદન વધે છે. સાથોસાથ પ્રાકૃતિક ખેતીથી ઉપજતા અનાજ કઠોળ અને ફળફળાદી થી શારીરીક રીતે પણ અનેક ફાયદાઓ થાય છે. જો આ પ્રમાણે નહિં થાય તો આવતા ૨૫ વર્ષમાં જમીન સીમેન્ટ અને કોન્કેટ જેવી બની જશે એમ જણાવેલ અને આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ બાબતે બહુ જ ચિંતિત છે, એમ જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ફરી અનુરોધ કરેલ. ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતો માટે ભારત સરકાર તરફથી અનેકવિધ યોજનાઓ છે, એમ જણાવી ભારતના વિકાસમાં સહકારી ક્ષેત્રનો પણ વિશેષ ફાળો છે. ખેડૂતો અને ખેતી માટે સરકાર કામ કરી રહી છે. આ પ્રક્રિયાને વેગવંતી બનાવવા સહકારી ક્ષેત્રને મજબુત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારીતા મંત્રાલય અલગ કરી અને મને એમની ધુરા સોંપેલ એનું પણ મને ગૌરવ છે અને હર્ષની લાગણી અનુભવું છું. સહકારી બેંકો, સહકારી મંડળીઓ અને એ.પી.એમ.સી. ઓને સહકારી ક્ષેત્રથી વેગ મળશે એમ જણાવી સૌએ ખભેખભા મીલાવી સહકારી ક્ષેત્રમાં કામ કરવા અનુરોધ કરેલ. છેલ્લે પ્રવચન અંતે આટલી વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈ બહનોની હાજરી જોઈ આ સુઆયોજન બદલ ચેરમને કિરીટભાઈ પટેલને હર્ષની લાગણી સાથે અભિનંદન પાઠવેલ અને પ્રાકૃતિક ખેતી અંગેનું સ્વપ્ન સાકાર કરશે તેવી આશા વ્યકત કરેલ.
આ કાર્યક્રમ બાદ ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહએ કિરટભાઈ પટેલની લાગણીથી પ્રેરાઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો સાથે ભોજન લઈ પોતાની પ્રસન્નતા વ્યકત કરેલ અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગળ વધવા ખેડૂતોને અનુરોધ કરેલ.
આ લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પુર્વ મંત્રી અને બેંકના ડીરેકટર જશાભાઈ બારડએ કાર્યક્રમને અનુરૂપ પોતાનું વકતવ્ય રજુ કરેલ.
આ કાર્યક્રમમાં રાજય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ રાજકીય તેમજ સામાજીક મહાનુભવો તેમજ માર્કેટીંગ યાર્ડ અને જીલ્લા સહકારી બેંકના સભ્યો હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કિરીટભાઈ પટેલના માર્ગદર્શન નીચે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરા તેમજ જીલ્લા સહકારી બેંકના મેનેજર કિશોરભાઈ ભટ્ટ અને તેમના કર્મચારીગણે કરેલ.
તેમજ આ કાર્યક્રમના અંતે જીલ્લા સહકારી બેંકના વાઈસ ચેરમેન મનુભાઈ ખુંટીએ આભાર વિધી કરેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!