માર મારવાની સત્તા પોલીસને કોણે આપી ? ગરુડેશ્વર પોલીસે સાંજરોલી ગામના યુવાનને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ

માર મારવાની સત્તા પોલીસને કોણે આપી ? ગરુડેશ્વર પોલીસે સાંજરોલી ગામના યુવાનને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ

રાજપીપળા: જુનેદ ખત્રી

તિલકવાડા પોલીસે એક ઈસમને માર માર્યો હોવાની તાજી ઘટના બાદ બીજી ઘટના બનતા લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે જોકે નર્મદા પોલીસ હંમેશા પ્રજા ની સાથે અને પ્રજાને મદદરૂપ રહે છે પરંતુ આવી ઘટનાઓ થી ક્યાંક ને ક્યાંક પોલીસની છબીને નુકશાન પોહચતું હોય તેમ લાગી રહ્યું છે

ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામે રહેતા યુવાનને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ મીતેષકુમાર રાજેશભાઇ તડવી, રહે.સાંજરોલી,તા. ગરૂડેશ્વર એ કરેલ લેખિત ફરિયાદ મુજબ તારીખ ૧૬.૦૩.૨૦૨૩ ને ગુરૂવારના રોજ સાજના અરસામાં તેઓ સાંજરોલી ગામેથી નીકળીને મામાના ઘરે ક્લીમક્વાણા ગામે આવતા હતા. તે સમયે ગરૂડેશ્વર ચોકડી ઉપર ગરુડેશ્વર પોલીસના માણસો ઉભા હતા. તેઓએ ઉભા રાખવા માટે લાકડી આડી કરી મોટરસાયક્લ ઉભી રાખી લાયસન્સ માંગેલ પણ યુવાન ગભરાઈ ને ગાડી પાછી વાળી ને જતા પોલીસ જવાનો યુવાનની બાઈક પકડી લીધી ઝપા ઝપી દરમિયાન પોલીસ જવાનને હાથ ઉપર સામાન્ય ખરોચ આવતા ઉશ્કેરાયેલા પોલીસ જવાને  યુવાન પાસે લાઇસન્સ નથી એમ જણાવતા અતુલ ભાઈ જમાદાર સહિત અન્ય પોલીસ વાળા એકસંપ થઈ યુવાનને ગાળો ભાંડી માર માર્યો હતો અને મિતેશ તડવીની ફૅટ પકડી મોટરસાયક્લ ઉપરથી ખેંચી લઇને પોલીસ વાનમાં બેસાડી ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલા, ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ માણસો દ્વારા ઢીકાપાટુનો ઢોરમાર માર મારવામાં આવ્યો હતો જેમાં મિતેશ તડવીને શરીરે ઈજાઓ થઈ હોય ૧૦૮ એમ્બ્યુલન્સમાં રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો હતો

આ સમગ્ર ઘટનાનો ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચકચાર મચી છે તેમજ પોલીસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસની છબી ઉપર ડાઘ લગાવતા આવા પોલીસ માણસો સામે કાર્યવાહી કરી પ્રજાને “પોલીસ પ્રજાનો મિત્ર છે” તેવો વિશ્વાસ અપાય તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે

બોક્ષ
જો કાયદાના રખેવાળો રોડ ઉપરજ ન્યાય કરવા માંડશે તો કોર્ટો ને તાળા મારવા પડશે..!?

વાત્સલ્યમ્ સમાચારના નર્મદા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો