BODELICHHOTA UDAIPUR

પંચમહાલ જાંબુઘોડા ખાતે આવેલી શ્રી રાજ ખુશી ભારત ગેસ એજન્સી ના વિત્રક દ્વારા ઉજ્વલાયોજના હેઠળના લાભાર્થીઓને મંજૂર થયેલા કનેક્શન ત્રણ વર્ષથી ન આપતાં એજન્સી ઉપર મહિલા ઓ એ કર્યો હોબાળો

પ્રાપ્ત મળતી માહિતી પમુજબ જાંબુઘોડા ત્રણ રસ્તા પાસે આવેલી શ્રી રાજ ખુશી ભારત ગેસ ગ્રામીણ વિત્રણ એજન્સી ઉપર જાંબુઘોડા ની ૧૫થી ૨૦ જેટલી મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેમાં આ એજન્સી દ્વારા આ મહિલાઓને ત્રણ વર્ષથી ઉજ્વલા યોજના હેઠળ મળવા પાત્ર ગેસ કનેક્શન આવી ગયા હોવા છતાં લાભાર્થીઓને આપવામાં ન આવતા લાભાર્થી મહિલાઓએ ગેસ કનેક્શન આપવા બાબતે હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ આ મહિલાઓ જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે આવી જાંબુઘોડા મામલતદાર ને આ બાબતે ઉગ્ર રજૂઆત તેમજ મૌખિક અને લેખિત રજૂઆતો કરી આ મહીલા ઓ એ જાંબુઘોડા મામલતદાર કે.પી. દવે ને જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી ઉજ્વલા યોજના હેઠળ શ્રી રાજ ખુશી એજન્સીમાં જરૂરી ડોક્યુમેન્ટ આપી દીધા હોવા છતાં આ ગેસ એજન્સી દ્વારા આજ દિન સુધી અમને ઉજ્વલા યોજના હેઠળના ગેસ એજન્સી દ્વારા કનેક્શન આપવામાં આવ્યા નથી તેમ જ આ ગેસ કનેક્શન બાબતે વારંવાર ધક્કા ખવડાવી હાલોલ ગોધરા તેમજ કાલોલ ખાતે આવેલી ગેસ એજન્સીઓમાં ધક્કા ખવડાવવામાં આવે છે અને અમારે હવે રાશનકાર્ડ માંથી નથી કેરોસીન મળતું કે એજન્સી દ્વારા ગેસ કનેક્શન આપવામાં નથી આવતા ત્યારે અમારે હવે પરિવારમાં ખાવાનું બનાવવા માટે જંગલમાં લાકડા વીણવા જવું કે પછી અમારે પરિવારનુ ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા જવું તે હવે અમને સમજાતું નથી અને સાહેબ અમે આ ગામે આખો દિવસ રખડીને ધંધો મજૂરી કરી રહ્યા છીએ તો આપ સાહેબને અમારી વિનંતી છે કે અમને ગેસ કનેક્શન મળે તેવું કંઈક કરો તેમજ મહિલાઓએ જણાવ્યું હતું વધું માં મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા કનેક્શન કંઈ બીજા લોકોને આપી તો નથી દીધા ને તેવું આ મહિલાઓએ જણાવ્યું હતું જ્યારે આ બાબતને લઈ જાંબુઘોડા મામલતદાર કે.પી. દવે. તેમજ નાયબ મામલતદાર જગદીશ પઢીયાર શ્રી રાજ ખુશી ભારત ગેસ એજન્સી ઉપર જઈ તપાસ કરતા એજન્સી ને લગતા કોઈ ડોક્યુમેન્ટ હાજર નહીં મળી આવતા શ્રી રાજ ખુશી ભારત ગેસ એજન્સીના માલિકને એજન્સી ને લગતા ડોક્યુમેન્ટ્સ લઈ ચકાસણી અર્થે બોલાવવા માં આવ્યા હોવાનું જાણવા મળે છે BOX

જાંબુઘોડા ખાતે આવેલી શ્રી રાજ ખુશી ભારત ગેસ એજન્સી એ ઘોઘંબા તાલુકાના સીમલીયા ખાતેની હોવાનું તેમજ જાંબુઘોડા ખાતે તેમનું ગોડાઉન ન હોવા છતાં ઓફિસ પાછળ આવેલ મકાનમાં ભરેલા ગેસના બાટલોનો જથ્થો પરમિશન વગર ઉતારતા હોવાનું પણ જાણવા મળે છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!