DEDIAPADANANDODNARMADA

આપ ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આક્ષેપ : નર્મદા જિલ્લામાં ૧.૩૦ કરોડના કામોનું અધિકારીઓ એજન્સી દ્વારા બરોબર આયોજન ??

આપ ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આક્ષેપ : નર્મદા જિલ્લામાં ૧.૩૦ કરોડના કામોનું અધિકારીઓ એજન્સી દ્વારા બરોબર આયોજન ??

“નર્મદા જિલ્લામાં આયોજન અધિકારી એજન્સી સાથે બરોબર કરોડોના કામોનું આયોજન કરે છે તેમની સામે પગલાં લો” : ધારાસભ્ય ચૈતર વસાવા

રાજપીપળા: જુનેદ ખત્રી

આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડા ના ચૂંટાયેલા ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છે તેઓએ ધારાસભ્ય બન્યા બાદ પોતાના વિસ્તારના વિકાસ માટે સતત કામો શરૂ કરી દીધા છે ત્યારબાદ એક પછી એક રજૂઆતો તેમના દ્વારા સરકારમાં કરવામાં આવી રહી છે

હાલમાં આપ ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે જેમાં અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા નર્મદા જિલ્લામાં સ્થાનિક ચૂંટાયેલા સભ્યોને જાણ કર્યા વિના ચર્ચા વિમર્શ કરી વિશ્વાસમાં લીધા વિના બારોબાર કરોડોના કામનું આયોજન કરી દીધું હોવાનો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે ધારાસભ્ય ચૈતારભાઈ વસાવાએ પત્રનો ઉચિત જવાબ નહી મળે તો નર્મદા કલેકટર ની ચેમ્બર બહાર ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

પત્રમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો છે. અહીં લોકો ના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ની જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દેવામાં આવે છે. સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા- વિમર્શ પણ કરવામાં આવતો નથી. હાલમાં નર્મદા જિલ્લામાં વિકાસશીલ તાલુકા જોગવાઈ દેડીયાપાડાના રૂપિયા ૫૧,૮૯,૦૦૦/- અને સાગબારાના રૂપિયા ૮૧,૮૦,૦૦૦/- નું આયોજન જિલ્લા આયોજન અધિકારીએ સ્થાનિક સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કે તાલુકા પંચાયત પ્રમુખને ચર્ચા વિમર્શ કે વિશ્વાસમાં લીધા વગર બારોબાર બાયોગેસ પ્લાન્ટ નું આયોજન કરી દીધું છે. જેને રદ કરી, ખેડૂતો ને જરૂરી ખેત બોરવેલની મંજુરી આપવામાં આવે. આ અધિકારી અને એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, એવી આપ ને મારી નમ્ર અપીલ છે. તેમ જણાવ્યું હતું જો આ બાબતે સત્વરે યોગ્ય જવાબ ન મળે તો ૨૩/૦૩/૨૦૨૩ ગુરુવાર ના રોજ કલેકટર નર્મદા ના ચેમ્બરની સામે ધારણા પર બેસવાની ચીમકી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારી છે

Back to top button
error: Content is protected !!