LUNAWADAMAHISAGAR

વાજપાઈ બેંકેબલ યોજના થકી સીટ કવરથી માંડી કવર ક્ષેત્રે લુણાવાડામાં ખ્યાતિ મેળવનાર ધર્મેશભાઈ.

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

વાજપાઈ બેંકેબલ યોજના થકી સીટ કવરથી માંડી કવર ક્ષેત્રે લુણાવાડામાં ખ્યાતિ મેળવનાર ધર્મેશભાઈ.

ધર્મેશભાઈ જેવાનો ધંધો રોકાય નહી, તે સુનિશ્ચિત કરવા સદૈવ સજજ ગુજરાત સરકાર.

ધર્મેશભાઈની સીટ કવર ક્ષેત્રે સુજ-બુજ અને સરકારની સહાય આજે રંગ લાવી.

ધર્મેશભાઈનું કર્મ અને સરકારનો ધર્મ આખરે લાવ્યો રંગ, કવર બનાવટ ક્ષેત્રે ધર્મેશભાઈ અગ્રેસર.

મારા કામની કદર કરનાર સરકારનો હંમેશા આભારી રહીશ- ધર્મેશભાઈ

આપણે સૌ જાણીએ છીએ કે,ભારતમાં 19મી સદીના પ્રારંભમાં ભારતીય હસ્ત-શિલ્પ ઉદ્યોગ, ઘરેલું ઉદ્યોગ કે અન્ય નાના ઉદ્યોગોનું (આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતી ધરાવતો માણસ પણ કરી શકે તેવા ઉદ્યોગ) બ્રિટીશ સકરાર દ્વારા પોતાનું ઓદ્યોગિક ઔપનિવેશિક હીત સાધવા ભારતને તેમના તૈયાર માલ સામાનનું બજાર અને ભારતમાંથી બ્રિટેન તરફ કાચા માલની નિકાસના પ્રયત્નોના કારણે પતન થયું. અંતે ભારતના કુશળ કારીગરોને બેરોજગારી અને ગરીબીનો ભોગ બની ગામડા તરફ ભણી જવું પડ્યું પરિણામ સ્વરુપ ગામડાઓમાં કૃષિ ક્ષેત્રે પ્રછન્ન બેકારીને કારણે ભારત ગરીબીનો શિકાર બન્યું.

ભારતના આવા હસ્તશિલ્પ, ઘરેલું ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગ કે જેમાં ઓછા રોકાણે જાત મહેનતે કે ઓછા માનવ જરુરીયાતે કામ કરી નફો મેળવી શકાય અને પોતાની અને પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતીમાં સુધારો કરી શકાય, આવા તમામ ઉદ્યોગોના ઉભા કરવા ગુજરાતના દીર્ધ દ્રષ્ટા મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ અને તેમની સરકાર સતત પ્રયત્નશીલ છે. આવા સ્વ-ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તથા આર્થિક સહાય દ્વારા તેમની આર્થિક મુંજવણ ઓછી થાય તે અર્થે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની આ ડબલ એન્જીન સરકાર  વાજપાય બેંકેબલ યોજનાનો લાભ ગામે ગામ અને તમામ જરુરિયાતોને મળી રહે તે માટે સતત કાર્યશીલ છે.

કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના એટલે  બાજપાઈ બેન્કેબલ યોજના આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આવા જ એક મહીસાગર જિલ્લાનાં લુણાવાડા ખાતે રહેતા ધર્મેશભાઈ પરમાર જણાવે છે કે તેઓ ૧૮ વર્ષથી સીટ કવરનાં ધંધા સાથે જોડાયેલા છે પરંતુ, તેઓ આર્થિક અસગવડના કારણે બદલતા સમય સાથે તાલ મિલાવવા સક્ષમ ન હોવાથી પોતાના માલને વેચવા માટે જરુરી દુકાન બનાવી ન શકવાના કારણે તેઓને મહેનત કરવા છતાં પણ જરુરીયાત મુજબ વળતર મળતું નહી. આના કારણે ઘણીવાર તેઓને પરિવારની આર્થિક જરૂરિયાતોપુરી ન કરી શકવાની પણ નોબત આવતી.

એક સમયે ધર્મેશભાઈએ આ વ્યવસાય છોડી છુટક મજુરી કે આ વ્યવસાય સાથે સંકળાયેલ કોઈ દુકાનમાં કામ કરવાનું પણ વિચારી લીધું, પરંતુ ધર્મેશભાઈની નવરાશના સમયે છાપું વાંચવાની ટેવે તેમના જીવનમાં એક નવો રંગ પુર્યો, આદત મુજબ ધર્મેશભાઈ એક દિવસ છાપું વાંચી રહ્યા હતા અને તેમાં વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મળતા લાભોની જાહેરાત જોઈ, પહેલાતો વધુ ખ્યાલ ન આવ્યો પણ પરિસ્થિતી અને જરુરિયાતે તેમને આ અંગે વિચારતા કર્યા, થોડા દિવસમાં તેમના સાથી મિત્રોને તેમણે વાત કરતા મોબાઈલ મારફતે આ યોજના વિશે જાણ્યું અને એમાં કેવી રીતે એપ્લાય કરવું તેની વિગતો મેળવી જેમાં કોઈ પણ સમસ્યા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું આ રીતે ધર્મેશભાઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે સંપર્ક કરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા જેના થકી તેમને ત્રણ લાખ સુધીની લોન મળી જેમાંની 57 હજાર જેટલી રકમ સરકાર તરફથી સહાય સ્વરુપે જ્યારે અન્ય રકમ લોન સ્વરુપે બજાર ભાવ કરતા ખુબ ઓછા વ્યાજે મળી.

ધર્મેશભાઈ મળેલ સહાય થકી ગુજરાત સીટ કવર નામની એક દુકાન લુણાવાડામાં ચાલુ કરી, આજે લુણાવાડામાં દરેક ઓટો ગેરેઝ કે સર્વિસ સાથે જોડાયેલ દુકાનદારો તેમના બનાવેલા સીટ કરવા વાપરે છે તથા સામાન્ય માણસ પણ ધર્મેશભાઈ પાસે સીટ કરવા લેવાનું પસંદ કરે છે. આમ તેમની આવકમાં વધારો થતા આજે તેઓની આર્થિક પરિસ્થિતીમાં પણ સુધારો થયો છે તેઓ હવે દુકાનમાં સીટ કવર સાથે સોફા કવર,ગાદલા ,પડદા ,જેવી અનેક વસ્તુઓ રાખવા માંડ્યા છે અને આજે ધર્મેશભાઈ સન્માનપુર્વક કોઈ પણ પાસે હાથ ફેલાવ્યા વગર પોતાના ધંધા સાથે ખુશી પુર્વક જીવન પસાર કરી રહ્યા છે સરકાર તરફથી આપવામાં આવેલ સહાય બદલ ધર્મેશભાઈ અને તેમના પરિવારજનોએ સરકારના આવા પ્રયત્નોને આવકાર્યા હતા અને મદદ માટે આભાર પણ માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!