SINOR

માલસર ગામે રિક્ષા અને કાર વચ્ચેનાં અકસ્માતની તપાસમાં છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડ્યો

મળતી માહિતી મુજબ ચાંદોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા અને શિનોર પોલીસ સ્ટેશન માં ઇન્ચાર્જ પી એસ આઇ ડી આર ભદરકા સાહેબ શિનોર તાલુકાના માલસર ગામ ખાતે રિક્ષા અને હોન્ડા સિટી કાર વચ્ચે સર્જાયેલાં અકસ્માત માં બંને વાહન ચાલકોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે તપાસ અર્થે અન્ય પોલીસ સ્ટાફ સાથે પહોંચેલાં PSI એ વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતાં આરોપી કિશન નાથ વધારી ને ઝડપી પાડ્યો હતો.

જેમાં પોલીસ દ્વારા હોન્ડા સિટી કાર નાં ચાલક કિશન નાથ વધારી ની પૂછપરછ કરવામાં આવતા તેના વિરૂદ્ધ માં વડોદરાના રાઉપુરા.ફતેગંજ.હરણી તેમજ બાલા શિનોર અને શિનોર પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનાની ફરિયાદ નોંધાઇ હતી.
શિનોર પોલીસ દ્વારા કિશન નાથ વધારી ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ફૈઝ ખત્રી..શિનોર

Back to top button
error: Content is protected !!