NANDODNARMADASAGBARA

સાગબારાના નાલ ગામે ૦૬ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની કેદ અને ૨૫ હાજર નો દંડ

સાગબારાના નાલ ગામે ૦૬ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની કેદ અને ૨૫ હાજર નો દંડ

ભોગ બનનાર બાળકી મિત્રો સાથે ફળિયામાં રમતી હતી ત્યારે આરોપી એ મોબાઈલમાં પિક્ચર બતાવવા અને મેજિક બોલ અપાવવાની લાલચ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું

રાજપીપલા કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ જે.જે. ગોહિલની ધારદાર રજૂઆતો અને પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને સજા ફટકારી

રાજપીપળા: જુનેદ ખત્રી

સાગબારા તાલુકાના નાલ ગામે ૦૬ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને રાજપીપળા કોર્ટે ૨૦ વર્ષની કેદ અને ૨૫ હાજર રૂપિયાનો દંડ ફટકારતા અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાયો છે

ઘટનાની વિગત જોઈએ તો તારીખ ૧૯.૦૮.૧૯ ના રોજ શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી ભોગ બનનાર બાળકી અને તેના ભાઈ ને સવારે શાળાએ મોકલી માતા પિતા અને પરિવારના સભ્યો ખેતરના કામ અર્થે બીજા ગામે ગયા હતા શાળાએથી પરત આવ્યા બાદ ભોગ બનનાર બાળકી અન્ય સાથી બાળ મિત્રો સાથે ફળિયામાં રમતા હતા ત્યારે આરોપી અક્ષયભાઈ ગીજાભાઈ વસાવા રહે. નાલ ઉં. ૨૪ વર્ષ ભોગ બનનાર બાળકીને મોબાઈલમાં પિક્ચર બતાવવા અને મેજિક બોલ અપાવવાની લાલચ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યારે બાળકીને બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા બાળકી ભાગીને ઘરે આવી ગઈ હતી અને   ભોગ બનનાર બાળકીના માતા પિતા સાંજે ઘરે આવતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી ત્યારે આરોપીના ઘરે તપાસ કરતા આરોપી ભાગી ગયો હતો સમગ્ર મામલે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ  એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૪૨, ૩૬૩, ૩૭૬(એ,બી) તથા પોકસો અધિનિયમ કલમ ૪, ૬, ૮ ગુના સબબ આરોપી અક્ષય ભાઈ ગીજાભાઈ વસાવા ને આરોપી ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૨૫ હજાર નો દંડની સજાનો હુકમ ફરમાવ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!