MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના બેણદા ગ્રામ પંચાયતની મહિલા તલાટીને માર માર્યો

રીપોર્ટર…
અમિન કોઠારી
સંતરામપુર

સંતરામપુર તાલુકાના બેણદા ગ્રામ પંચાયત ની મહિલા તલાટી ને માર માર્યો ….

સંતરામપુર પોલીસને સ્ટેશનમાં ગુનો નોધાયો

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર,
બેણદા ગામે તલાટી કમમંત્રી પોતાના સેજાના બેણદા ગામે સરકારી ફરજ દરમિયાન ‘ઘર’ વેરા વસુલાત માટે ગયા હતા ત્યારે બેણદા ગામના જ વ્યક્તિએ મહિલા તલાટી ને માર મારમાર્યો હતો અને ઘર વેરા રજીસ્ટર પહોંચો સહિત સરકારી દફતર મહીલા તલાટી પાસેથી જુટવી લઈ ફેંકી દઈશ.હું ગામનો સરપંચ બનવાનો છું જોતું ફરી કામગીરી માટે આવીસ તો તને જાનથી મારી નાખીશ ની ધમકી આપતા .,

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીલાને બેણદા ગામના અરવિંદ હેમાભાઇ ગરોડ નાએ ગઈકાલે બેણદા સેજાના મહિલા તલાટી કમમંત્રી હર્ષાબેન સુરેશભાઈ ભેદી રહેવાસી મોટી ભૂગેડી નાઓ સંતરામપુર તાલુકાના બેણદા ગ્રામ પંચાયત ના સેજા ના ગામ બેણદા ખાતે ગ્રામ પંચાયતના ઓપરેટર ને સાથે લઈને સરકારી દફતર લઈને ઘર વેરા વસુલાતની સરકારી કામગીરી કરી રયા હતા ત્યારે અરવિંદ નામનો આરોપી રહેવાસી બેણદા ગામ નાઓએ સરકારી કામગીરી કરતા મહિલા તલાટી ને રોકીને ગાળા ગાળી કરી ઉસ્કરાઈ જઈને મહિલા તલાટી હર્ષાબેન ને માર માર્યો હતો અને તેઓ પાસેથી સરકારી દફતર ઘર વેરા રજીસ્ટર અને પહોંચો જૂટવી લઈ ફેંકી દીધી હતી અને કહેતો હતો કે હું આગામી ચૂંટણીમાં ચૂંટાઈને સરપંચ બનવાનો છું જો તું ફરી ઘર વેરાની કે કોઈપણ કામગીરી કરવા મારા ગામમા આવીશ તો હું તને જાનથી મારી નાખીશ ,

આ દરમિયાન ઘર વેરો ભરવા આવેલ ગામના કેટલાક લોકો અને ગ્રામ પંચાયતના ઓપરેટરે મહિલા તલાટી ને માંડ માંડ બચાવી લીધા….

બાદ સંતરામપુર તાલુકા પંચાયત ખાતે લઈ ગયા હતા આ ઘટનાની જાણ સંતરામપુર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. ભરવાડ ને કરતા તેઓએ પોલીસનો સંપર્ક કરી મહિલા તલાટી પાસે ઉપરોક્ત ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ગ્રામ પંચાયતોમા વ્યાપક પ્રમાણમાં થતો ભ્રષ્ટાચાર ના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે સરપંચોની સાઠ-ગાઠ ના કારણે લોકો નાં લાભનો બારો વહીવટ થઈ જતો હોવાના કારણે પણ આવી ઘટનાઓ બને છે જેનો ભોગ સરકારી કર્મચારીઓ બને છે બેણદા ગ્રામ પંચાયતમાં પણ આજ કારણે ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાઓ લોક મુખે થાય છે ત્યારે સંતરામપુર તાલુકાના ગામડાઓ માં કેટલાક માથા ભારે તત્વો સરકારી કામગીરી કરતા કર્મચારીઓ સાથે તેમજ વિકાસના કામોમાં હસ્તક્ષેપ કરીને નાણા પડાવાનો કીમીઓ કરતા હોય છે જેથી પોલીસે આવા તત્વો સામે કાયદેસરની તપાસ કરી પગલા ભરે તેવી કર્મચારી મંડળમાં લોકમાંગ ઉઠવા પામી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!