LUNAWADAMAHISAGAR

પતિ પત્નીના ઝગડામાં સમાધાન કરાવતી અભયમ ટીમ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

પતિ પત્નીના ઝગડામાં સમાધાન કરાવતી અભયમ ટીમ મહિસાગર

લુણાવાડા તાલુકાના એક ગામની પરણીતાને પતિ શંકા કરી માનસિક ત્રાસ આપતા હતા મહિસાગર 181 ટીમની સમજાવટ બાદ પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના એક ગામની પરણિતાને માનસિક રીતે ટોચર કરતા હતા તથા માનસિક ત્રાસ આપતા એવો ફોન 181 ટીમને મળ્યો હતો આથી ડ્યુટી પર હાજર 181 ટીમ સ્થળ પર પહોંચી પરણિતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેમના પતિ તેમને અન્ય પુરુષ સાથે આડા સંબધ છે તેવી શંકા કરતા અને તેમને માનસિક તથા શારીરિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હતી આથી મારે અહીં રહેવું નથી મારા પિયર જવુ છે તેમ જણાવતા હતા બાદમાં પરણિતા ના પતિ સાથે વાતચીત કરી તથા શાંતિથી સમજાવ્યા હતા તેમને બે નાના બાળકો છે તો તમારી તથા તમારાં બે બાળકો એમ કરીને ચાર વ્યકિત ની જીંદગી ખરાબ થાય છે આથી બંને પતિ પત્ની ને શાંતિથી રહેવું તથા પત્નિ પર ખોટી શંકા કરવી નહિ કોઈ પરાયા વ્યકિત ની વાત માની પોતાના ઘરસંસારમાં આગ લગાડવી નહિ તેમ સમજાવેલ અને કાયદાકીય માહિતી આપી અને પતિ પત્નીનું સુખદ સમાધાન કરાવેલ અને તે પરણિતા પોતાના પતિ સાથે ખુશીથી રહેવા માટે સંમત થયેલ આથી 181 ટીમે ચાર વ્યકિત ની જીંદગી બગડતા રોકી આથી પતિ પત્ની તથા પરિવારના સભ્યોએ 181 ટીમનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!