LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી

સાયકલ રેલી,વાનગી સ્પર્ધા,પોષણ રેલી વગેરે દ્રારા જાગૃતતાના પ્રયાસો

આંગણવાડી કેન્દ્રો દ્રારા પોષણ રેલી, મિલેટ આધારિત વાનગી સ્પર્ધા યોજાઈ

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ભારત સરકારની દરખાસ્તના આધારે વર્ષ ૨૦૨૩ને ” આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ” જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વર્ષ ૨૦૨૩માં ૨૦ માર્ચથી ૦૩ એપ્રિલ સુધી ઉજવાતા “પોષણ પખવાડા ” દરમિયાન મિલેટ (ધાન્ય)ના પોષક લાભો વિષે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લામાં પણ પોષણ પખવાડાનો શુભારંભ થઈ ગયો છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) ધાન્ય (મિલેટ)ને લોકપ્રિય બનાવવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. આ પોષણ પખવાડા મિલેટના પોષક લાભો વિશેની માહિતી સમુદાયો સુધી પહોંચાડવા અને તેમને સંવેદનશીલ બનાવવા પોષણ પખવાડા ૨૦૨૩ની ઉજવણી માટે ૧.પોષણ-સુખાકારી માટે શ્રીધાન્ય (મિલેટ) ૨. સ્વસ્થ બાળક સ્પર્ધા ૩. સક્ષમ આંગણવાડી ત્રણ થીમ પર ભાર મુકી ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પોષણ પખવાડાના પ્રથમ દિવસ ગત તા. ૨૦ માર્ચના રોજ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા અને આયુષ શાખા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિભાગના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મિલેટ ( ધાન્ય ) જેવા કે બાજરી,જુવાર, નાગલી, બાવટો, કોદરા ,સામો,વગેરેમાંથી વિવિધ વાનગી બનાવી નિરદર્શનનું આયોજન કરાયું હતું.

પોષણ પખવાડાના બીજા દિવસ તા. ૨૧ માર્ચના રોજ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા અને આરોગ્ય શાખા ના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ત્રીજા મંગળવાર -અન્ન પ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ પખવાડાના ત્રીજા દિવસે તા. ૨૨ માર્ચના રોજ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા અને આરોગ્ય શાખા,શિક્ષણ શાખા,આયુષ શાખા,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ પંચાયત શાખા ના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મિલેટ તેમજ પોષણ અંગે જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!