MAHISAGARSANTRAMPUR

કોથળામાં પુરેલી યુવતી ની લાશ ધ્રુજારી મૂકે તેવી સ્થિતિમાં મળતા લોકો કમ્પી ઉઠ્યા

અમિન કોઠારી / મહિસાગર:

 મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે મેળામાં પરિવાર સાથે ગયેલી ધો.12ની વિદ્યાર્થિનીનો ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેળ મળી આવ્યો હતો.

કોથળામાં પૂરેલી યુવતીની લાશ ધ્રુજાવી મૂકે તેવી સ્થિતિમાં મળતા લોકો કમ્પી ઉઠ્યા હતા.

યુવતી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરીને લાશને ફેંકી દીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે પરિવારે ન્યાયની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

સાથે જ દલિત સમાજે આજે મહીસાગર કલેક્ટર કચેરીમાં ન્યાયની માગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું.

પરિવાર સાથે મેળામાં ગયેલી યુવતી ગુમ થઈ હતી……

મહિસાગર જિલ્લાના ખાનપુર ગામની ચંદ્રીકા પરમાર નામની યુવતી ધોરણ 12ની પરીક્ષા આપી રહી હતી. બે પેપર આપ્યા બાદ તે બાકીના પેપરની તૈયારી કરી રહી હતી. દરમિયાન તે ખાનપુર નજીક મહી નદીના કાંઠે દરવર્ષે યોજાનારા ઉર્સના મેળામાં ગઈ હતી. 18 માર્ચના રોજ પરિવાર સાથે ચંદ્રિકા મેળામાં હતી ત્યારે વાવાઝોડું આવ્યું અને વરસાદમાં તે પરિવારથી વિખુટી પડી ગઈ. લાઈટ પણ જતી રહી હતી. એવામાં અચાનક ચંદ્રિકા ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારે તેની આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

નદીમાં કોથળામાં પૂરીને ફેંકેલી લાશ મળી……

ત્યારે આખરે કારંટા ગામે ચાર દિવસે જ મહીસાગર નદીની અંદરથી એક લાશ મળી આવી હતી. આ લાશે કોથળામાં બાંધેલી હતી અને નદીમાં ફેંકી દેવાઈ હતી. પોલીસ દ્વારા ગુમ યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી યુવતીના પરિવારજનો એ ત્યાં આવી અને જોતા તેમની દીકરીની લાશ હોય તેવું જણાઈ આવ્યું હતું. યુવતીના મૃત્યુદેહને બાકોર સરકારી દવાખાના ખાતે પીએમ અર્થે લઈ જવાયો હતા. સમગ્ર બનાવની જાણ થતા પોલીસ મથક ખાતે પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા.

મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર

સમગ્ર ઘટનાને લઈને મહીસાગર જિલ્લા પોલીસ, LCB તેમજ SOGની અલગ અલગ ટીમો ગુનાને લઈને તપાસ હાથ ધરી છે. ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ દ્વારા એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે આજે યુવતીના પરિજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. પરિવારના લોકોનો આક્ષેપ છે કે યુવતી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી છે. દલિત સમાજ દ્વારા આ અંગે ન્યાયની માગણી સાથે મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું હતું

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!