RAJKOTUPLETA

ઉપલેટા મા જળ દિવસ નિમિત્તે ખરી ઉજવણી કરતા નિવૃત્ત ત્રણ અધિકારી

૨૩ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજત તુલામાં એકત્રિત થયેલ ૧૧૭ લાખ રૂપિયા ધન રાશીનું જળ રાશિમાં પરિવર્તન કરવા માટે પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડીયા ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી , અને અરણી ગૌસેવા સદનના નેજા હેઠળ મેં નિવૃત્તિ સમય બાદ પણ ઉપલેટા ધોરાજી તાલુકાના ૨૪ ગામોમાં ૬૬ કામો કે જેમાં તૂટેલા તળાવો રીપેરીંગ/ તૂટેલા ચેકડેમ અને ઘણા તળાવો ઉંડા કરી અને કુલ ૬૬ કામો ૭૩ લાખ રૂપિયા જેવી ધન ધન રાશીનું જળ રાશિમાં પરિવર્તન કરવાના અમો સહભાગી બન્યા જેમા(૧) શ્રી રજનીકાંત ભાઈ લાલાણી (૨)રસિકભાઈ લાલાણી અને હું આ ત્રણેય નિવૃત્ત અધિકારીઓની ત્રિપુટી એ કોઈપણ જાતના વેતન(પગાર) વગર આ કાર્યમાં અમો સહભાગી બન્યા, જેના કારણે કરોડો લીટર વેડફાતુ પાણી અમે બચાવવા માં નિમિત્ત બન્યાતેનો અમને અત્યંત આનંદ છે આજના આ વિશ્વ જળ દિને ફક્ત (water day)ઉજવવાથી આ સમસ્યા ને ઉકેલી શકાય તેમ નથી એના માટે સૌએ ચિંતિત થવાની જરૂર છે. પુ. મહાત્મા ગાંધી કહેતા હતા કે હવા અને પાણી જે આપણે મળ્યા છે તે આપણા વારસદારોને આપવા જોઈએ.

Back to top button
error: Content is protected !!