SINOR

શિનોર તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિત્તે જનજાગૃતિ અર્થે રેલી યોજાઇ



આજરોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે,શિનોર હેલ્થ કચેરી દ્વારા, જનજાગૃતિ અર્થે,શિનોર ના રેલી નું આયોજન કરાયું હતું.. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી નિકળેલી રેલી, શિનોર ના મુખ્ય માર્ગો પર ફરી,પરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંપન્ન થઇ હતી..
આજરોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી,ક્ષય રોગના ઉદભવ સ્થાન અને તેના નિવારણ માટે, લોકો માં જાગૃતિ ફેલાવવા નો પ્રયાસ કરાઇ રહ્યો છે.ત્યારે શિનોર હેલ્થ કચેરી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સહયોગથી આજરોજ એક રેલી નું આયોજન કરાયું હતું.. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી નિકળેલી રેલી,ટીબી હારેગા,દેશ જીતેગા ના બેનર સાથે ,શિનોર ના મુખ્ય માર્ગો પર ફરી, પરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંપન્ન થઇ હતી.
આજરોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે નિકળેલી રેલી માં, મોટી સંખ્યામાં જોડાયેલા આરોગ્ય કર્મીઓ,આશાવર્કર બહેનો અને ગ્રામજનોએ ક્ષય રોગ અંગે ના સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ માટે નો પ્રયાસ કર્યો હતો.

ફૈઝ ખત્રી.. શિનોર

Back to top button
error: Content is protected !!