IDARSABARKANTHA

ઈડર સિવિલ જનરલ હોસ્પિટલમાં રામ ભરોસે ચાલતી ડોકટરોની અનિયમિતતા સામે દર્દીઓ પરેશાન.

સાબરકાંઠા…

ઈડર સિવિલ જનરલ હોસ્પિટલમાં રામ ભરોસે ચાલતી ડોકટરોની અનિયમિતતા સામે દર્દીઓ પરેશાન.

ઈડર તાલુકાની જનરલ સિવિલ હોસ્પિટલ માં આર.એમ.ઓ ઓફિસ માં અઘિકારી વિના લાઇટ પંખા ચાલું જૉવા મળ્યા. ઈડર તાલુકાની સિવિલ હોસ્પિટલમાં લાલિયા વેડિ નજરે પડ્યા સારવાર અર્થે આવતા દદીઁઓ મુજવણ માં મુકાયા છે…

રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સાબરકાંઠા જિલ્લાની ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ અત્યંત આધુનિક ટેકનોલોજથી સુસજજ બનાવી છે ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓ ડોકટર વિના હેરાન પરેશાન થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક તેમજ સર્જન વિભાગના ડોકટરોની અનિયમિતતાને લઈ સારવાર અર્થે આવતા દર્દીઓ ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે તાલુકા મથકે આવેલી મોટી જનરલ સિવિલ હોસ્પિટલમા તબીબોની અનિયમિતતા સામે દૂરદૂરથી ભાડું ખર્ચીને આવતા દર્દીઓને ડોક્ટર નથી મળતા જોકે ડોકટરોને પોતાની ફરજ સમજી હાજર થવાનું મન થતું નથી કારણ એક્જ છે કે ડોકટરે સવારે ૯ વાગે હાજર થવાનું હોય છે જોકે ડોક્ટરો અગિયાર વાગ્યાથી પણ વઘુ સમય વીતવા છતાં પણ સાહેબ ક્યાંય નજરે નથી પડતા અને સાહેબ નથી આવવાના તેની કોઈને જાણ પણ નથી હોતી સિવિલ હોસ્પિટલના અધિક્ષક કહે છેકે હું સવારનો ટેલીફોનીક સંપર્ક કરી રહ્યો છું જોકે ડોક્ટર સાહેબ સાથે સંપર્ક થતો નથી જેણે લઈ સંજય ચૌહાણ નામના પીડિયાટ્રિક ડોકટરની રાહ જોઈને દર્દીઓ સિવિલ હોસ્પિટલના ચક્કર લગાવતા નજરે પડે છે કે હમણાં ડૉકટર આવશે અને અમારા નાના નાના બાળકોની સારવાર કરશે આજ રીતે સવારે પહેલો નંબર આવી જાય તેની કાગડોળે રાહ જોતા દર્દીઓ સવારથી બપોર સુધી રાહ જોઈને જનરલ ઓપીડીમાં લઈ જતા હોય છે હવે આરોગ્ય વિભાગ ડોકટરને સત બુદ્ધિ આપે તેવી માંગ સાથે દર્દીઓ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે…

 

ઉલ્લેખનીય છેકે સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્રારા ઉરચ સ્તરીયે રજૂઆત કરવામાં આવશે સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક તેમજ સર્જન વિભાગના ડોકટરોની અનિયમિતતાને લઈ દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેની સામે અધિક્ષક ચુપ્પી ધારણ કરી પોતે છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જોકે સિવિલ હોસ્પિટલ માં ડોકટરોની અનિયમિતતા સાથે સાથે સિવિલ હોસ્પિટલ ખાતે આર.એમ.ઓ ઓફિસમાં પણ ઘોર બેદરકારી સામે આવી છે આર.એમ.ઓ અઘિકારી ઓફિસમાં ન હોવા છતાંય ઓફિસમાં લાઈટ અને પંખા ધમધમી રહ્યા છે જેની સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે શુ ઈડર સીવીલ હોસ્પિટલ ફકત રામ ભરોષે ચાલી રહી છે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે આ મામલે ઉચ્ચ કક્ષાએથી કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!