MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા જૈન દહેરાસર ખાતે સાધુ ભગવંતોની પધરામણી શ્રી સંધે સામૈયું કરી ધન્યતા અનુભવી.

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા જૈન દહેરાસર ખાતે સાધુ ભગવંતોની પધરામણી શ્રી સંધે સામૈયું કરી ધન્યતા અનુભવી.

આયંબિલ ઓળી માટે મોરબી વિહાર સૌરાષ્ટ્રની ધન્ય ધરાને પાવન કરતા કરતા પૂ.દીક્ષા દાનેશ્વરી આ.દેવ.શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મ.સા.ના પરમવિનેય શિષ્યરત્ન આજીવન ગુરુગુણ ચરણોપાસક પોતાના વિશાળ શ્રમણ-શ્રમણી પરિવાર સાથે પૂજ્યપાદ આ.દેવ.શ્રી રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. ટંકારા દેરાસર ખાતે પધાર્યા હતા. ટંકારા શ્રી સંધની પુણ્યવંતી ધરા ઉપર પધારી રહેલા મા. સા. નુ સામૈયું કરી દર્શનનો લાભ મેળવ્યો હતો.

બપોર બાદ દહેરાસર ખાતે વ્યાખ્યાન યોજાયું હતું જેમા આચાર્ય ભગવંતે જીંદગી નામની ત્રણ પાનાની પુસ્તક ઉપર પ્રવચન આપ્યું હતું જેમા જણાવ્યું હતું કે ત્રણ પાનાની ચોપડીમાં બે પાના લખેલા છે એકજ પાનું કોરૂ છે એમા લિટોડીયા કરી બરબાદ ન કરતા પરંતુ રંગબેરંગી ચિત્રો બનાવી મોક્ષ માર્ગને મોકળું કરજો આચાર્ય શ્રી એ જીવનમાં નમ્રતા, સરળતા અને સ્રહિસુણતા લાવવા જણાવ્યું હતું તદુપરાંત તમે થાવ પચપનના પણ દીલ રાખો બચપનના એના માટે હસતા હસતા સહેવાનુ અને સહેતા સહેતા હસવાનું એજ ખરો ધર્મી ગણાવ્યો હતો અને જેણે પોતાના દોષ ખટકે એનાજ દોષ અટકે છે. ટંકારાના પ્રબુદ્ધો જ્યારે દર્શને આવ્યા હતા ત્યારે ઉપાશ્રયની જાણવણી માટે સક્ષમ યુવાનોને જાત મહેનતથી કરેલ સાફ સફાઈ એ ગુરૂભંગવતોની ખરી ભક્તિ ગણાવી હતી માટે જયા પણ ધર્મ સ્થાનકો આવેલા છે ત્યા વૈયાવચ કરતા દરેક યુવાનોને આ કાર્ય માટે આગળ આવવા સુજાવ મુક્યો હતો.

દહેસરજીથી વિહાર કરતાં પહેલા ગુરુદેવની પ્રબળ ભાવના કરુણા થકી 150 વર્ષ જૂની ટંકારા પાંજરાપોળમાં પધારી અબોલ જીવોને સુખ શાતા ઉપજે એવા ધર્મલાભ માંગલિક ફરમાવી ટ્રસ્ટના કાર્યકર્તાઓ પાસેથી વ્યવસ્થા સંચાલન જાણી સુચારૂ માર્ગદર્શન આપી સર્વને પ્રોસાહિત કરેલ અને જીવદયાની પ્રવૃત્તિને બિરદાવી હતી ..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!