DAHOD

ઝાલોદમાં ચોરીના કેસમાં ફરિયાદી જ આરોપી : પોલીસને ગણતરીના દિવસોમાં સફળતા 

તા.૨૬.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

ઝાલોદમાં ચોરીના કેસમાં ફરિયાદી જ આરોપી : પોલીસને ગણતરીના દિવસોમાં સફળતા

ઝાલોદ વિશ્વકર્મા મંદિર સામે આવેલ ઈલાસ્ટીક ઇન્ટેક્ષ રન ટ્રાન્સપોર્ટ પ્રા.લી કંપનીના ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી ઝાલોદ પોલીસ

તારીખ 20-03-2023 નાં રોજ દિપક સરજુ દુબે જે જાતે ઈલાસ્ટીક ઇન્ટેક્ષ ટ્રાન્સપોર્ટ પ્રાઈવેટ લીમિટેડ ગોડાઉનમા ટીમ લીડર તરીકે નોકરી કરે છે તેમના દ્વારા ગોડાઉનમાં 126580 રૂપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કરવામા આવેલ હતી. તેના અનુસંધાને ઝાલોદ પોલિસ અધીક્ષક ડી.આર.પટેલ અને પી.એસ.આઇ રાઠવા દ્વારા ટીમ બનાવી કંપનીમા કામ કરતા માણસો સાથે પૂછપરછ કરી તપાસ આદરી હતી.

પી.એસ.આઇ રાઠવા દ્વારા તપાસ દરમ્યાન ગોડાઉનના શટરનું તાળું તેમજ ગોડાઉનના અંદર મુકેલ લોકરનું તાળું ચાવી થી ખોલવામાં આવેલ તેવું માલુમ પડેલ હતું. ત્યારબાદ દુકાનના નજીકના ભાગમાં મુકેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર ગોડાઉનની આગળ જોવા મળેલ ન હતી. જેથી પી.એસ.આઇ રાઠવાને ફરિયાદી પર શંકા જતા તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ આદરી હતી. જેથી તપાસમાં પૂછપરછમાં ફરિયાદી દ્વારા આર.બી.એલ બેંકના ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહિત 83000 અને એચ.ડી.એફ.સી બેંકના ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહિત ૯૦૦૦૦ તેમજ એચ.ડી.એફ.સી બેંક માંથી પર્સનલ લોનના 39000 ભરવાના હોઇ જેથી પોતે ગોડાઉનમાં આવેલ માલસામાની ડીલીવરીના વકરાના રૂપિયા ૧૨૧૫૮૦ના વકરાની ચોરી કરી ગયેલ તેમજ પકડાઈ જવાની બીકે કેમેરાનું ડીવીઆર તથા પાવર સપ્લાય કાઢી ગામડી રોડ પર પુલિયાથી થોડે આગળ ગટરમાં ફેંકી દીધેલ. પોલિસ દ્વારા ડીવીઆર જેની કિંમત 5000 તેમજ ચોરી કરેલ રકમ 121580 રોકડા પૂરેપૂરો માલ રિકવર કરેલ છે.

ઝાલોદ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં પૂરેપૂરો મુદ્દામાલ જપ્ત કરી સફળતા મેળવેલ છે. તેમજ ફરિયાદી બનેલ આરોપી પર કાયદેસરની તપાસ આદરવામાં આવેલ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!