AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યમાં સંખ્યાબંધ વિસ્તારોમાં માવઠાની આગાહી

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનને કારણે છેલ્લા કેટલાક સમયથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં અષાઢ મહિનાની માફક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે તો ઘણા વિસ્તારોમાં કરા સાથે માવઠું થયું છે. આ કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયુ છે. પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોની ચિંતા હજુ પુરી નથી થઈ ત્યારે હવે ફરીથી માવઠાની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ બાદ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે રાજ્યમાં આગામી 29મી તારીખે ભારે પવન સાથે માવઠું થવાની સંભાવના છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!