BHARUCHBHARUCH CITY / TALUKO

*વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણીના ભાગરૂપે નર્સિંગ કોલેજ તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ*

*વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણીના ભાગરૂપે નર્સિંગ કોલેજ તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ*

ભરૂચ – શુક્રવાર- વિશ્વભરમાં તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવવામાં આવે છે. દેશભરમાં ક્ષય રોગને નાબૂદ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૫ સુધીમાં ‘પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જનભાગીદારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ Yes We Can End TB” ,ના ધ્યેય સાથે વિવિધ બેનરો સાથે આઈ.ઈ.સી.માટે રેલી, પ્રતિજ્ઞા તથા નિક્ષય મિત્રોના સન્માનનો કાર્યક્રમ ભરૂચ મેડીકલ કોલેજ ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો.

જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ, સ્ટેશન રોડથી મેડીકલ કોલેજ ભરૂચથી નિકળેલી રેલીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે. એસ. દુલેરાએ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સુધી નિક્ષય મિત્ર બનીએ, ક્ષય નાબૂદ કરીએ’, જેવા બેનરો સાથે નસિંગના વિદ્યાર્થીઓ એન.ટી.ઈ.પી. સ્ટાફ વગેરે રેલીમાં જોડાયા હતા.

મેડીકલ કોલેજના ઓડીટોરીયમ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે. એસ, દુલેરાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી કરાઈ હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે. એસ. દુલેરાએ દર્દીઓએ નિયમિત દવા લેવા અને નાગરિકોને ક્ષયના દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવા જણાવ્યું હતું. ક્ષયના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે સામુદાયિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકી ટેક્લિનિકલ સપોર્ટ માટે ‘નિક્ષય મિત્ર’ પહેલ અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યો હતા.

ડીસ્ટ્રીકટ ટી.બી. અધિકારી શ્રી ડો.એમ. માસ્તરે ‘પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત’ અભિયાનને સફળ બનાવવા જાહેર જનતાને યોગદાન આપવા અપીલ કરી હતી તેમજ દર્દીઓએ સરકારી દવાખાનામાં મળતી નિ:શુલ્ક સારવાર અને દવાનો લાભ લેવા બાબતે ભાર મૂક્યો હતો.

તે સાથે આજના કાર્યક્રમમાં નિક્ષય મિત્રો, સામાજિક સંસ્થાઓ, જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓના પ્રતિનિધીઓને સામુદાયિક પ્રવૃત્તિઓ સાથે ‘નિક્ષય મિત્ર’ પહેલમાં સહભાગી બનવા બદલ મહાનુભાવોને ટ્રોફી સાથે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવી સામાજિક દાઈત્વ નિભાવવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત લોકોએ વારાણસીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ ‘વન વર્લ્ડ ટી.બી. સમિટ’નો ઉદઘાટન સમારોહ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.

મેડીકલ કોલેજના ડાયરેકટર શ્રી ડો. મિતેશ શાહ, ટી.બી. કો-ઓર્ડીનેટરશ્રી પરાગ પંડ્યા, તમામ તાલુકાઓના ટી.એચ.ઓ, નિક્ષય મિત્રો, આરોગ્ય વિભાગના સ્ટાફ, સેવાયજ્ઞ સમિતિ, વાગરાં,સાયખા જીઆઈડીસી ફાઉન્ડેશન,તેમજ અન્ય કંપનીઓના પ્રતિનિધીઓ અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!