BHARUCHBHARUCH CITY / TALUKO

*છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા*

  1. *છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા*
    ***

*UIDAI.GOV.IN ઓફીસીયલ વેબસાઈટ ઉપરથી મફતમાં આધારકાર્ડ અપડેટ થઈ શકશે*
*****

ભરૂચ- ગુરુવાર – છેલ્લા દશ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવ્યા છે. ત્યારે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજછે. તાજેતરમાં યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યૂ.આઈ.ડી.એ.આઈ), ભારત સરકારની તા.૧૯-૦૯-૨૦૨૨ની યાદી મુજબ જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ ડેમોગ્રાફિક (ઓળખ અને રહેઠાણના પુરાવા) આધાર અપડેશનમાં આવ્યા ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેતા રહેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધાર અપડેટ કરાવી લેવું. આધાર અપડેટ કરાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ.૫૦/- નો દર નક્કી કરવામાં આવ્યો છે. તથા ઓનલાઈન તા. ૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં UIDAI.GOV.IN મફત થઈ શકશે જેની જાહેર જનતાએ નોંધ લેવી અને આધાર અપડેટ કરાવવા માટે જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર,એન.આર.ધાંધલની એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!