BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE રેલીનું આયોજન કરાયું

ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE રેલીનું આયોજન કરાયું

—ભરૂચ:મંગળવાર:ગુજરાત રાજ્યમાં G-20 સમિટનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. G-20 સમિટ બાબતે લોકોમાં જાગૃતિ કેળવાય તેમજ તેનો બહોળો પ્રચાર થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કરવાની થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા RUN FOR ENVIRONMENT AND CLIMATE રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

જેમાં ભરૂચ શહેરની વિવિધ શાળાઓના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકો પણ રેલીમાં જોડાયા. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કિશનભાઇ એફ. વસાવાએ રેલીને લીલી ઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યુ. રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી પાંચબત્તી થઇ સિવિલ હોસ્પિટલથી કલામંદિર જવેલર્સ થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ પરત ફરી. રેલીના સફળ આયોજન માટે પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતો સહકાર પ્રાપ્ત થયો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!