BODELICHHOTA UDAIPUR

ગુજરાત સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થતા નર્મદાભવન ખાતેથી વર્ચ્યુઅલ સમારંભમાં છોટાઉદેપુરના કલેકટર, ડીડીઓ સહીત અન્ય અધિકારીઓ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા.

નવી સરકારના સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસના નેતૃત્વની ઝાંખી મેળવવા ગાંધીનગરમાં નર્મદા ભવન ખાતેથી આજરોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદસભ્ય સી આર પાટીલ, કેબીનેટ મંત્રી, (નાણા અને ઊર્જા) કનુભાઈ દેસાઈ, કેબીનેટ મંત્રી (સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ) ઋષિકેશ પટેલ, ચીફ સેક્રેટરી શ્રીરાજકુમાર તેમજ અન્ય મંત્રીઓ અને અધિકારીઓ વિડોયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જીલ્લાના સમાહર્તા સાથે આજરોજ જોડાયા હતા.

 

નવી સક્ષમ સરકારની આગેવાનીના તા. ૨૯ માર્ચના રોજ ૧૦૦ દિવસ પૂર્ણ થતા વિકાસના ઉચ્ચ લક્ષ્યાંકો હાંસિલ કરવાનું ધ્યેય પૂર્ણ કરવા સરકારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ કટ્ટીબદ્ધ થાય અને તેનો લાભ નાનામાં નાના માણસને મળે તેવી ભાવના મુખ્યમંત્રીશ્રીએ નર્મદાભવન ખાતેથી વર્ચ્યુઅલ મીટમાં પ્રગટ કરી હતી. ૧૦૦ દિવસમાં સરકારે રજુ કરેલી તમામ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે તેમજ ગુજરાત રાજ્ય દેશનું એક અગ્રેસર રાજ્ય બને અને ભારતને વિકસિત દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની માનનીય વડાપ્રધાનશ્રીના આભિયનને વેગ આપવામાં આપણે સૌ એક બીજાને સાથ, સહકાર, સેવાના વચન સાથે પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકો પુર્ણ કરીએ એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.. આ નિમિતે મુખ્યમંત્રીશ્રીએ ‘સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું, તેમજ અન્ય પ્રજાલક્ષી યોજનાઓનો ૧૦૦ દિવસમાં મેળવેલી સફળતા અને આંકડાકીય માહિતી રજુ કરી હતી. બાદમાં ૮ મિનીટની ગુજરાતને ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાત અંગેની એક વિડીયો ફિલ્મ પણ પ્રસારિત કરવામાં આવી હતી. આ વિડીઓ કોન્ફરન્સમાં છોટાઉદેપુર જીલ્લાનો કલેકટર સુઘી,સ્તુતિ ચારણ, ડીડીઓ ગંગાસીહ, અધિક નિવાસી કલેકટર આરકે ભગોરા, આયોજન અધિકારી, એસ બી ડાભી છોટાઉદેપુર ખાતેથી આ સમારંભમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!