NANDODNARMADA

નર્મદા જિલ્લામાંથતી નર્મદા મૈયાની એકમાત્ર ઉત્તરવાહીની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે

નર્મદા જિલ્લામાંથતી નર્મદા મૈયાની એકમાત્ર ઉત્તરવાહીની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે, તકેદારીના લેવાયેલા વિવિધ પગલાં

નર્મદા નદી પારકરવા શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ બોટની કરાયેલી વિશેષ સુવિધા :પોલીસ વિભાગ દ્વારા થઈ રહેલી રાઉન્ડ-ધી-ક્લોક સુરક્ષા વ્યવસ્થાની સરાહનીયકામગીરી

જિલ્લા આરોગ્યવિભાગ દ્વારા અલગ અલગ બે ટીમોની કરાયેલી વ્યવસ્થા :નર્મદા નદી કિનારે મગરની શક્યતાઓ જોતાં સાવચેતી માટે જરૂરી બોર્ડ લગાવાયાં

 

રાજપીપલા : જુનેદ ખત્રી

સમગ્ર ભારતવર્ષમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. તેમાં પણ ઉત્તરવાહીની પંચકોશીપરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. જે નર્મદા જિલ્લામાંથી નર્મદા મૈયાઉત્તર દિશા તરફ વહેતી હોવાથી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા થાય છે. તેમાં સામેલથવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. નર્મદા મૈયાની પરિક્રમા અર્થે આવતાશ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનામાર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમજજરૂર જણાય ત્યારે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી,મામલતદારશ્રી અને અન્ય અધિકારી-કર્મચારીશ્રીઓ દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક શ્રદ્ધાળુઓનીસુવિધા લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

શ્રદ્ધાળુઓ સમયસરપરીક્રમા પૂર્ણ કરી શકે તે માટે ૨૫ બોટની કરાયેલી સુવિધા

નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા રણછોડરાયજીમંદિર ખાતેથી ચૈત્ર મહિનામાં નર્મદા નદીની પંચકોશી પરિક્રમા શરૂ થાય છે. જેતિલકવાડા તાલુકાના નાગેશ્વર મંદિર થઈને પરત રામપુરા ગામે પહોંચે છે. પગપાળા ચાલીનેજતા શ્રદ્ધાળુઓને નર્મદા નદી પાર કરવામાં કોઈ તકલીફ ન પડે તેવા હેતુ સાથે જિલ્લાકલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંનેજગ્યાએ બોટ ચલાવવા માટે ઈજારદારોને સંચાલન સોંપી કુલ ૨૫ જેટલી બોટની સુવિધા ઉભીકરવામાં આવી છે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ આ બોટ મારફતે સુરક્ષિત રીતે નદીપાર કરી આસ્થાપૂર્વક પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.

જિલ્લા પોલીસ વિભાગદ્વારા પરિક્રમા વાસીઓની સુરક્ષાની લેવાઈ રહેલી તકેદારી

જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુંબેની રાહબરીમાં પરીક્રમા વાસીઓને કોઈ તકલીફ ન પડે અને ભયમુક્ત વાતાવરણમાં પરિક્રમા પૂર્ણ કરે તેવા હેતુ સાથે પરીક્રમા પથ ઉપર અને જ્યાં નદી ઓળંગવાની થાય છેતેવા બંને સ્થળોએ ૨૪ કલાકનો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જેમાં ૦૧ પીઆઈ, ૦૨- પીએસઆઈ, ૨૮ પોલીસ જવાનો, ૩૨ – હોમગાર્ડના જવાનો, ૭૦ જીઆરડી અને ૧૧ એસઆરડીનો સમાવેશથાય છે.  માત્ર એટલું જ નહીં પણ શનિવારે અનેરવિવારની રજા તથા જાહેર રજાના દિવસોમાં પરિક્રમા વાસીઓની સંખ્યા વધુ થતી હોવાથી તેવાસંજોગોમાં જરૂરિયાત મુજબ વધારાનો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. રાત્રિના સમયેપરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન સર્જાય તેવા હેતુ સાથે પોલીસ અનેહોમગાર્ડના જવાનો લાઈટ બેટન થકી પરિક્રમા વાસીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

આરોગ્ય વિભાગદ્વારા અલગ અલગ બે ટીમોની કરાયેલી વ્યવસ્થા

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગદ્વારા પરિક્રમા વાસીઓની આરોગ્યલક્ષી સુવિધાઓ માટે બે અલગ-અલગ ટીમોની વ્યવસ્થાકરવામાં આવી છે. જેમાં કોઈ શ્રદ્ધાળુને પ્રાથમિક સારવારની જરૂર જણાય તો તેનીસુવિધા પુરી પાડવામાં આવે છે. જ્યાંથી પરિક્રમાનો શુભારંભ થાય છે તેવારણછોડરાયજી મંદિર પાસે એક યુનિટ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં મહિલા અને પુરુષઆરોગ્ય કર્મીઓની ટીમ મેડીકલ ઓફિસરશ્રીના સંકલનમાં રહીને આરોગ્યલક્ષી જરૂરી કામગીરીકરી રહી છે. સાથોસાથ અહીં આવતા શ્રદ્ધાળુઓ જેમને જરૂરિયાત હોય તેમને એનસીડીઅંતર્ગત બીઆરએસ બ્લડ અને સુગરના ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ શ્રદ્ધાળુઓનેકોવિડ-૧૯ અંગેની જાગૃતિ સાથે સાવચેતીના ભાગરૂપે માસ્ક અને સેનેટાઈઝરની સુવિધા પણઉપલબ્ધ કરાવવામાં આવે છે.

નર્મદા નદી કિનારેમગરની શક્યતા જોતાં સાવચેતી માટે જરૂરી બોર્ડ લગાવાયાં

ઉત્તરવાહીની-પંચકોશી પરિક્રમા અર્થેઆવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારે જીવનું જોખમ ઉભું ન થાય તે માટે પૂરતી તકેદારીજિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને નર્મદા નદીમાંવિવિધ વિસ્તારોમાં મગરનો વસવાટ હોવાથી તેની શક્યતાઓને લઈને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફન જણાય તેવા હેતુ સાથે ચેતવણી દર્શાવતા બોર્ડ પણ વિવિધ સ્થળોએ નદી કિનારે મૂકવામાંઆવ્યા છે. રાત્રિના સમયે શ્રદ્ધાળુઓને નદી પાર કરવામાં કોઈ તકલીફ ન જણાય તે માટેબોટના ઈજારદારને અપાયેલી સૂચના મુજબ વીજળીની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.         

નર્મદા પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટેપ્રવાસન વિભાગને સાથે રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોબાઈલ ટોયલેટ સુવિધાપણ વિવિધ સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પણ સ્થાનિક ગ્રામજનો,અગ્રણીઓ, નર્મદા નદી કિનારે આવેલા વિવિધ આશ્રમના સંચાલકો દ્વારા ચા, નાસ્તા અને ભોજનનીપણ પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!