AHAVADANG

ડાંગ જિલ્લામાં રામનવમીના પાવન પર્વે ઠેરઠેર હર્ષોઊલશે શોભાયાત્રા નીકળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબિર ખાતે રામનવમીનાં પર્વની ભાવિક ભક્તો દ્વારા હર્ષો ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી…..પ્રાપ્ત વિગતો અનુસાર જેમનું નામ માત્ર અદ્ભૂત સંજીવની છે.જેના હૃદયપૂર્વક સ્મરણ માત્રથી સંસારમાં માનવીનો ઉદ્ધાર થઇ જાય છે. મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની જન્મજયંતિ ‘રામનવમી’ પર્વની ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા,વઘઇ અને સુબિર ખાતે ભાવિક ભક્તો દ્વારા આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી. વઘઇ નગરમાં હિન્દૂ ભાવિક ભક્તો દ્વારા ભગવાન રામની પાલખી અને શોભાયાત્રા અંબામાતા મંદિરેથી બસ સ્ટેન્ડ થઈ મેઈન બજારમાં ફરી હતી. મંદિરનાં પ્રાંગણમાં મહાપ્રશાદી અને ભજન સંધ્યાનો આયોજન રાખવામાં આવ્યો હતો જેમાં સનાતન ધર્મ પ્રેમીઓ પ્રસાદીનો લાભ લઇ ભજનની રમઝટ જમાવી હતી. તેવીજ રીતે આહવા, શબરીધામ સુબિર ખાતે પણ રંગે ચંગે રામ નવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં રામ નવમીનાં પર્વ નિમિત્તે બાળકોએ પ્રભુશ્રીરામ,માતાસીતા અને ભ્રાતા લક્ષમણની વેશભૂસા પરિધાન ધારણ કરી રામ નવમીનાં પાવન પર્વની ઉજવણી કરી હતી.રામ નવમીનાં પાવન પર્વ નિમિત્તે પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.ડાંગ જિલ્લામાં રામ નવમીનાં પાવન પર્વ નિમિત્તે ઠેરઠેર જય જય શ્રી રામનાં નારા સાથે વાતાવરણ ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યુ હતુ.આહવા નગરમાં આંબાપાડા સર્કલથી લઈને સમગ્ર નગરમાં રામ ધૂન અને પ્રભુ ભક્તિમાં લિન થઈ ભક્તો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લામાં રામ નવમીનાં પાવન પર્વ નિમિત્તે અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!