JUNAGADHKESHOD

કેશોદ પંથકમાં અંધશ્રદ્ધાના ખપ્પરમાં વધુ એક માસુમ પર અત્યાચાર દીકરી બલી ચડે તે પહેલા માતાએ બચાવી

પિતાએ માસુમ દિકરીને બે દિવસ ભૂખી રાખ્યા બાદ હવનમાં હાથ નખાવી ખુલ્લા પગે આગ પર ચલાવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : કેશોદમાં વર્તમાન સમયમાં સભ્ય સમાજને હચમચાવી મૂકતો માસુમ દિકરીને બલી ચઢાવવાનો પ્રયાસનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ જવા પામ્યો છે, દીકરીએ જુનાગઢ સિવિલ હોસ્પિટલના બિછાનેથી સમાજના પ્રહરીઓને આપ વીતી કહી ચોધાર આંસુએ રડતા રડતા જણાવ્યું હતું કે ‘મારા પપ્પા, મારા ફોઈ અને બધા પરિવારના લોકો મારો બલિ ચડાવવાનું કહેતા હતા. મને હવનમાં હાથ નખાવ્યો, પછી સળગતા કોલસા ઉપર ખુલ્લા પગે ચલાવી અને બે દિવસ ભૂખી રાખી આજના યુગમાં માસુમના આ શબ્દો સાંભળી સભ્ય સમાજના માથા ઝૂકી જાય છે, જે દિકરી પર તેનાં સગા પિતા અને પરિવારજનોએ જ અંધશ્રદ્ધાના નામે અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો જો માતાએ સમય સૂચકતા બતાવી ન બચાવી હોત તો કદાચ આજે આ દીકરીઓ જીવતી પણ ન હોત. દીકરીઓનો વાંક માત્ર એટલો હતો કે તે તેમના પિતા સાથે નહીં પણ માતા સાથે રહેતી હતી, રૂંવાડાં ઊભાં કરી દેતું દીકરીઓનું આ દર્દ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પુત્રીઓ અને તેની માતા સાથે વાતચીત દરમિયાન સમાજના પ્રહરીઓને સમક્ષ વર્ણવ્યુ હતું.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની જ્યાંના ગજેરા પરિવારની દીકરીમાં ભૂતપ્રેત હોવાનું કહી ફૂલ જેવી માસૂમ દીકરી પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના સાત લોકોએ અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો આ ઘટનામાં દીકરીઓ સગીર હોવાથી તેમની ઓળખ અત્રે શક્ય નથી પરંતુ વિકાસના પંથે હોવાના બણગા ફૂંકતા કેટલાયના માથા શરમથી ઝૂકી જાય તેવી આ ઘટનાને પગલે આખાય જૂનાગઢ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના કેશોદ પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આ ગજેરા પરિવારની પુત્રવધૂ પોતાની ત્રણ દીકરી સાથે પતિથી છેલ્લાં સાત વર્ષથી અલગ રહે છે. જોકે ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતું, જેમાં સમાધાન કરવાનું કહીને માતાને આમંત્રણ અપાયુ હતું, જેથી માતાએ પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને સવારે તે અન્ય એક દીકરીને લઇને આ હવનમાં હાજર હતી હવનમાં ગયા બાદ પતિ સહિત પરિવારજનોનું વર્તન બદલાઈ ગયું હતું. પણ હવનનું આયોજન હતું અને સમાધાનની વાત હતી તો મેં પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી, અને હું બીજા દિવસે ગઇ તો મને જાણવા મળ્યું કે પહેલી રાત્રે ભૂવાઓએ તેમના પતિ સહિત સાસરિયાંએ ડાકલામાં દીકરીને ધુણાવી હતી. મને એમ કહેવામાં આવ્યું કે તારી દીકરીને માતાજી આવે છે, એ પ્રમાણ આપશે. મને પણ એમ થયું કે કંઈ હોય તો સારું થઇ જાય, પણ આ લોકોનો અત્યાચાર વધતો ગયો. મારી દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યા, બે-બે દિવસ અન્નનો દાણો ન આપ્યો અને બેહદ હેરાન કરવામાં આવી તેમણે આનો વિરોધ કર્યો તો તેમની દીકરીનો બલિ ચડાવવાનું કહી તેને અને દીકરીઓને ઢોરમાર માર્યો, જ્યાંથી માંડ માંડ તે હોસ્પિટલ પહોંચી
ભોગ બનનારી 13 વર્ષની દીકરીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રડતાં અવાજે જણાવ્યું કે તેના કુટુંબના સભ્યો દ્વારા તેનામાં મેલી વિધા હોવાનું જણાવી બે દિવસ સુધી ભૂખી રાખી, હવનમાં ધુણાવી અને બાદમાં તેનો બલિ ચડાવવા માટે સળગતી જ્વાળામા હાથ નખાવ્યો અને સળગતા કોલસા ઉપર ચલાવવામાં આવી.. બીજી દીકરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુંકે, અમે પહેલા દિવસે આવ્યા તો મારા પપ્પાએ મારી બહેનમાં માતાજી છે અને ખરાબ વળગાડ છે એમ કહીને ધુણાવી, આગમાં ચલાવી અને હવનમાં હાથ નખાવ્યો અને બલિ દેવાનું કહેતા હતા. મારી મમ્મીએ બલિ દેવાની ના પાડી તો આખા પરિવારે અમને ઢોરમાર મારીને જીવલેણ હુમલો કર્યો. આ ઘટના અંગે માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ અને નણંદ સહિત સાત આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
તેમજ આ ઘટના અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, મને જ્યારે સમાચાર મળ્યા ત્યારથી મેં તપાસના આદેશ આપ્યા છે, કડક કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં બનેલી ઘટના અંગે પણ યોગ્ય તપાસ થઇ છે. આ ઘટનામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં જરૂર પડ્યે ચોક્કસ રજૂઆત પણ કરવામાં આવશે. જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક સજા કરવામાં આવશે અને લોકોએ સ્વયંભૂ પણ જાગૃત થવાની જરૂર છે.

Back to top button
error: Content is protected !!