AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી

ગુજરાતમાં ઘાતક કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સંક્રમણ વધતા આરોગ્ય તંત્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ ભારે ચિંતિત છે 85 કેસનો વધારો થતા અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ ૧૪૪ કેસ સાથે રાજયમાં કોરોનાના નવા ૪૦૧ કેસ નોંધાયા હતા.એકિટવ કેસની સંખ્યા વધીને ૨૧૩૬ ઉપર પહોંચતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયુ છે.

રાજ્યમાં કોરોનાના ૨૧૩૬ એકિટવ કેસની સામે ૮ દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.૨૧૨૮ સ્ટેબલ છે.મંગળવારે અમદાવાદમાં કોરોનાના ૧૦૯ કેસ નોંધાયા હતા.બુધવારે નોંધાયેલા કેસની સંખ્યા વધીને ૧૪૧ થઈ હતી.સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના ૩૦,રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ૨૯ કેસ નોંધાયા હતા.

વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં ૨૧ તથા ગ્રામ્યમાં ૨૨ કેસ નોંધાયા હતા.મોરબીમાં ૨૨ કેસ નોંધાયા હતા.મહેસાણામાં ૧૬,સુરત ગ્રામ્યમાં ૧૫,અમરેલીમાં ૧૪ જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા હતા.આ ઉપરાંત કચ્છમાં ૯,બનાસકાંઠામાં ૮,આણંદ અને ગાંધીનગર ગ્રામ્યમાં સાત-સાત કેસ નોંધાયા હતા. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત સાબરકાંઠા અને વલસાડમાં અનુક્રમે પાંચ-પાંચ કેસ નોંધાયા હતા. જામનગર અને પોરબંદરમાં ચાર-ચાર કેસ નોંધાયા હતા. ભરુચ, છોટાઉદેપુર તથા પાટણમાં ત્રણ-ત્રણ કેસ, જામનગર કોર્પોરેશન વિસ્તાર,નવસારીમાં બે-બે તેમજ દાહોદ, દેવભૂમિ દ્વારકા,મહીસાગર અને પંચમહાલમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!