HALOLPANCHMAHAL

હાલોલ-પાવાગઢ ખાતે આવેલા ભદ્રકાળી માતાજીના મંદિર પાસેની ટંકશાળામા સેલ્ફી લેવા જતા 50 ફુટ ઉડા ખાડામા પડેલા યુવકને બચાવાયો

તા.૩૧.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે આવેલી ટંકશાળા માં વડોદરાથી આવેલા એક યુવતી અને બે યુવાન સહિત ત્રણ સેહલાનીઓ ફોટા તેમજ સેલ્ફી લેતા હતા દરમ્યાન ખુલ્લી જાળીમાંથી ગરકાવ થઈ જતાં ૫૦ ફૂટ ઊંડા ખાડામાં એક યુવાન પડી ગયો હતો.બનાવ અંગે સાથે આવેલા યુવાને પાવાગઢ પોલીસને જાણ કરતા પાવાગઢ પોલીસ ઉડન ખટોલાનાં કર્મચારીઓ તેમજ હાલોલ ફાયર ફાઇટર નાઓએ રેસ્ક્યું કરી ખાઈમાં પડેલ યુવાનને બચાવવામાં આવ્યો હતો જોકે તેને શરીર ઉપર ઇજાઓ પામતા તેને ૧૦૮ એમબ્યુંલન્સ દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના ગૌરવભાઈ વસંતભાઈ દવે ઉ.વ.૨૨ તથા સ્મીત પરેશ પંડ્યા ઉ.વ.૧૭ રહે.વાઘોડિયા.વડોદરા તથા તેમની સાથે અન્ય એક યુવતી સાથે આજે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા ત્યાંથી ભદ્રકાળીનાં મંદિરે દર્શને ગયા હતા.દરમ્યાન એ વિસ્તારમાં આવેલ ટંકશાળા જોવા ગયા હતા.ત્યાં બાજુ આ ત્રણેવ સેહલાણીઓ ફોટા અને સેલ્ફી લેતા હતા ત્યારે અચાનક ગૌરવ ટંકશાળાની એક તૂટેલી બારીમાંથી ગરકાવ થઇ જતા અંદાજિત પચાસ ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડી ગયો હતો જેને લઇ મદદ માટે સ્મિત પંડ્યા એ બૂમાબૂમ કરી તેમજ પાવાગઢ પોલીસને બનાવ અંગે ની જાણ કરતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.બનાવ અંગે પાવાગઢ સ્થિત ઉષા બ્રેકોનાં કર્મચારીઓ ને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. પચાસ ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થયેલા ગૌરવ દવેને બહાર કાઢવા હાલોલ ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી.ભારે જેહમત બાદ ગૌરવ ને બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ એમબ્યુંલન્સ માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ભારે ઇજાઓ હોવાને કારણે તેને તાત્કાલિક વડોદરા રીફર કરવામાં આવ્યો હતો જોકે ગૌરવ ને શરીર નાં ભાગે ઇજાઓ થયેલ છે પરંતુ તે સ્વચ્છ હોવાનું જાણવા મળી આવ્યું છે.યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષ દરમ્યાન લાખો યાત્રિકો માતાજીના દર્શન તેમજ ફરવા માટે આવતા હોય છે કારણ કે એક પર્યટક સ્થળ છે.ભદ્રકાળી માતજીના મંદિર નજીક આવેલી સદીઓ પુરાણી ટંકશાળા આવેલી છે.તે ટંકશાળાને પણ દેખવા માટે સેહલાણીઓ આવતા હોય છે પરંતુ આજના બનાવને જોતા પુરાતત્વ વિભાગ નો નિષ્કાળજી સ્પષ્ટ પણે દેખાઈ રહી છે કારણકે આવી તૂટેલી ગ્રિલ હોવા છતાં પણ તેને રિપેર કે નવી બનાવવામાં આવતી નથી જેને લઈ આજનો આ બનાવ બન્યો છે તેમ યાત્રિકો દ્વારા જનાવા મળી આવ્યું છે.

Back to top button
error: Content is protected !!