NANDODNARMADA

નર્મદા : સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની કેદ અને બે લાખ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

નર્મદા : સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની કેદ અને બે લાખ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના વડીયા ગામના આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે જીગો જગદીશભાઈ વસાવા એ સગીર વયની બાળકી સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા પોસ્કો હેઠળ નોંધાયેલ ગુનાના કામે રાજપીપળા કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદ અને બે લાખ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ કર્યો છે

સમગ્ર કેસમાં હકીકત એવી છે કે ભોગ બનનાર એકલી તળાવ પાસે ઝાડીઓમાં કુદરતી હાજતે ગયેલી તે સમયે આ આ કામના આરોપી એ સગીર બાળકી સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા પોલીસ મથકમાં પૉસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ શ્રી એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખી દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે જીગો જગદીશભાઈ વસાવાને ઈ.પી.કો. કલમ ૩૭૬(૩)(જે), ૩૨૩, ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ-૬ માં ૨૦ વર્ષની કેદની સજા તથા રૂ.૨,૦૦,૦૦૦/ –પુરાનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!