GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

કોરોનાના કેસોને લઈને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. વિદેશથી આવતા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. 6 દેશોમાંથી આવતા મુસાફરો માટે ફરજીયાત Rt pcr કરાશે.

જાપાન અને કોરિયાથી આવતા મુસાફરોના પણ ટેસ્ટ કરાશે. આ ઉપરાંત એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો પડશે. આગામી જી20 બેઠકમાં ભાગ લેવા આવતા વિદેશી મહેમાનો માટે કેન્દ્ર સરકાર દ્રારા ટેસ્ટ કરાવવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ પર મુસાફરોનો કોવિડ ટેસ્ટ થશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. માત્ર કોરોના કેસમાં જ નહીં પણ મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે. જ્યારે 269 દર્દીઓ સાજા થયાં છે. સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. તો રાજ્યમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું. રાજ્યભરમાં ગઈકાલે 555 લોકોનું રસીકરણ કરાયું છે.

કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં 120, મોરબીમાં 35, સુરતમાં 32, મહેસાણામાં 25, રાજકોટમાં 23, વડોદરામાં 20, સાબરકાંઠામાં 11 કેસ નોંધાયા છે.તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. આજે કચ્છમાં એક કોરોના દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11054 દર્દીઓનો મૃત્યુ નિપજ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!