HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એરોલમ લિમિટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન

સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એરોલમ લિમિટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના ક્રાઇસીસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગર સંયુકત ઉપક્રમે પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે આવેલ એરોલેમ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ મોકડ્રીલનું કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલ્ડીહાઇડ જેવા જ્વલંત શીલ રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા એને કંટ્રોલમાં લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં આ ઇમર્જન્સી “ ઓફ સાઇટ ઇમર્જન્સી “ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ (DCG) ના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરેલ જે યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિન સરકારી એજન્સીઓ જેવી કે, નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મેડિકલ ટીમ તથા વિવિધ ફેકટરીઓના સેફટી ઓફીસર્સ વગેરેએ ધટના સ્થળ પર આવીને આ આગની ઇમર્જન્સી કાબુમાં લેવામાં જરૂરી કામગીરી કરેલ.

આ ઇમર્જન્સી દરમિયાન ફોર્માલ્ડીહાઇડ નું ગળતર થતાં ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી.

આ મોકડ્રીલનું ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયા તેમજ ડિઝાસ્ટર મામલદારશ્રી તથા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર કચેરીના અધિકારી શ્રી વગેરેએ આ મોકડ્રીલ સફળતા અપાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને છેવટે સૌના સહિયારા પ્રયાસથી આ ઇર્મજન્સીને કાબુમાં લાવ્યા હોવાનુ ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!