NATIONAL

આવતીકાલથી બેરોજગારી ભથ્થું યોજના શરૂ, યુવાઓને દર મહિને 2500 રૂપિયા આપશે

છત્તીસગઢમાં સરકાર આવતીકાલથી બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર છત્તીસગઢમાં બેરોજગાર યુવાઓને દર મહિને 2500 રૂપિયા આપશે. છત્તીસગઢ સરકાર આ યોજના માટે બજેટમાં 250 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે આ યોજના અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, પહેલી એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને દર મહિને 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જારી કરાયો છે. નોંધણીની સરળતા માટે નિર્ણય લેવાયો છે કે, એપ્રિલમાં કોઈપણ દિવસે કરવામાં આવેલી અરજીઓ પર, જાહેરાત મુજબ, ભથ્થું 1 એપ્રિલથી જ ચૂકવવાપાત્ર થશે. આશા છે કે, આ ભથ્થું આપણા યુવાની આત્મનિર્ભરતાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

મુખ્યમંત્રી ભૂપેશ બધેલે 6 માર્ચ-2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટે 1,21,500 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ રજુ કર્યું હતું, જેમાં શિક્ષિત બેરોજગારોને દર મહિને રૂ.2500 બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરાઈ હતી.

આ યોજનાનો લાભ કોને મળશે ?

બેરોજગારી ભથ્થુ યોજનાનો લાભ લેવા ઈચ્છુક અરજદાર મૂળ છત્તીસગઢનો રહેવાસી હોવો જોઈએ. યોજના હેઠળ ધોરણ-12 પાસ કરનાર તેમજ વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી ઓછી છે, તેવા 18થી 35 વર્ષની ઉંમરના બેરોજગાર યુવાનો દર મહિને 2500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. ઉપરાંત છત્તીસગઢના કોઈપણ જિલ્લા રોજગાર અને સ્વ-રોજગાર માર્ગદર્શન કેન્દ્રમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ તેમજ અરજીના વર્ષના 1 એપ્રિલના રોજ ઓછામાં ઓછા 2 વર્ષ માટે રોજગાર નોંધણી હોવી જરૂરી છે.

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!