BHARUCHBHARUCH CITY / TALUKO

*ભરૂચ જિલ્લામાં આગામી તારીખ ૦૩ એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજાશે*

*ભરૂચ જિલ્લામાં આગામી તારીખ ૦૩ એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજાશે*

—-

*ભરૂચ જિલ્લામાં ૧૯ પરીક્ષા સ્થળ પર ૧૮૪ બ્લોકમાં ૩૬૪૨ (ત્રણ હજાર છસો બેતાળીસ) જેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે*.

*ગુજકેટની પરીક્ષાને લઈ નિવાસી અધિક કલેક્ટર શ્રીના અધ્યકસ્થાને મિંટીંગ યોજાઈ*

—–

આજથી પરીક્ષાર્થી/વાલીઓ/શાળાઓ માટે સવારનાં ૦૭:૦૦ કલાકથી રાત્રિનાં ૦૮:૦૦ કલાક સુધી કંટ્રોલરૂમ શરૂ કરાશે.

—-

ભરૂચ – શુક્રવાર- ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહ (૧૦+૨ તરાહ) ના ગૃપ A (મેથ્સ) તથા ગૃપ B (બાયોલોજી) તથા ગૃપ AB (મેથ્સ-બાયોલોજી)ના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ,ડિપ્લોમા/ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરથી કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજવામાં આવે છે.

ગુજકેટની પરીક્ષાને લઈ નિવાસી અધિક કલેક્ટર શ્રી એન. આર.ધાધલના અધ્યકસ્થાને મિંટીંગ યોજાઈ હતી. જેમાં વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરી વિવિધ સૂચનો આપ્યા હતા.

ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ ૦૩ એપ્રિલ ૨૦૨૩ સોમવારના રોજ ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૩ યોજાનાર છે. જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ૧૯ જેટલા પરીક્ષા સ્થળો પર પરિક્ષા યોજાનાર છે. આ તમામ પરીક્ષા સ્થળ ભરૂચ શહેર અને તેની આસપાસ આવેલ છે. પરીક્ષામાં કુલ ૧૮૪ બ્લોકમાં ૩૬૪૨ (ત્રણ હજાર છસો બેતાળીસ)જેટલાં ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

નિયામક/નાયબ નિયામક કક્ષાના અધિકારીશ્રી સમગ્ર પરીક્ષાના કેન્દ્ર સુપરવાઇઝર તરીકે ,જિલ્લા શિક્ષણાધિકારી કેન્દ્ર કો-ઓર્ડિનેટર તરીકે તેમજ જિલ્લાના વર્ગ ૧/૨ કક્ષાના અધિકારીઓ સ્થળ સુપરવાઇઝર તરીકેની કામગીરી નિભાવવાના છે. તમામની નિમણૂંક જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરશ્રી દ્વારા કરી દેવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન ૧૯ જેટલાં વર્ગ – ૧/૨ના અધિકારીઓ સ્થળ સુપરવાઇઝર તરીકે,૧૯ જેટલાં સરકારી શાળાના શિક્ષકો સરકારી પ્રતિનિધી તરીકે,૧૯ જેટલાં શાળાના આચાર્ય/સિનિયર શિક્ષક કેન્દ્ર સંચાલક તરીકે,૩૮ જેટલાં મદદનીશ સ્થળ સંચાલક તરીકે, ૧૮૪ જેટલાં ખંડ નિરીક્ષક તરીકે, ૩૮ જેટલાં કર્મચારીઓ સેવક તરીકેની કામગીરી કરશે. તમામ અધિકારીઓએ અને કર્મચારીઓ માટે મંડળની માર્ગદર્શિકા મુજબ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.

દરેક પરીક્ષા કેન્દ્ર પર એક પુરુષ પોલીસ અને એક મહિલા પોલીસ ફિસ્કીંગ માટે તેમજ ૨ પોલીસ કર્મચારીના દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ૧૪૪ અંગેનું જાહેરનામું, પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરમાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા માટેના જરૂરી જાહેરનામા કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે. પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં અડધો કલાક અગાઉ પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર પરીક્ષા અધ્યાક્ષશ્રી જિલ્લા પરીક્ષા સમિતિ અને જિલ્લા કલેક્ટરશ્રી, ભરૂચના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ યોજાશે. તા.૦૧/૦૪/૨૦૨૩થી તા.૦૩/૦૪/૨૦૨૩સુધી પરીક્ષાર્થી/વાલીઓ/શાળાઓ માટે સવારનાં ૦૭:૦૦ કલાકથી રાત્રિનાં ૦૮:૦૦ કલાક સુધી કંટ્રોલરૂમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે કાર્યરત રાખવામાં આવનાર છે.

ઉમેદવારોએ પરીક્ષા સ્થળ પર કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ લાવવાના નથી. મોબાઈલ, સ્માર્ટ વોચ, કેમેરા, જેવા ઉપકરણ પરીક્ષા કેન્દ્ર પર લાવવાની મનાઈ છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચની એક અખબારી યાદીમાં જણાવામા આવ્યુ હતું.

વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્ર મોરે-ભરૂચ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!