BANASKANTHAPALANPUR

ઈન્ટરનેશનલ ઇન્સ્પાયરિંગ વુમન એવોર્ડ માટે ગુજરાતના ભામિનીબેન  મિસ્ત્રીની થઈ પસંદગી

1 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ફોર્થ સ્ક્રીન એજ્યુકેશન અને પંડિત ધર્મપ્રકાશ શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ : પુષ્કર, રાજસ્થાન ના સૌજન્યથી આયોજીત રાષ્ટ્ર સ્તરીય *ઇન્સ્પાયરિંગ વુમન એવોર્ડ પ્રતિયોગિતા 2023*  માટે ગુજરાતના  કર્મઠ શિક્ષિકા શ્રી ભામિનીબેન હિંમતલાલ મિસ્ત્રી (HTAT કાણોદર, GES.2 )ની રાષ્ટ્રીય સ્તરે છઠ્ઠા  ક્રમે પસંદગી થઈ છે. જ્યારે તેઓ ગુજરાત લેવલે પ્રથમ  ક્રમે વિજેતા ઘોષિત થયા  છે. જે સમગ્ર  ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત છે. રાષ્ટ્ર સ્તરની આ પ્રતિયોગિતાના પ્રથમ ચરણમાં ભારતની ખૂણે ખૂણેથી    કુલ 80 માતૃશક્તિની તેમના ઉત્કૃષ્ઠ  કાર્યો , વિશેષતાઓ,  સિદ્ધીઓ ના મુલ્યાંકન ના આધારે  પસંદગી થઈ. ત્યાર બાદ…. ઓનલાઇન વોટિંગ સિસ્ટમના આધારે પ્રત્યેક  રાજ્ય માંથી  કુલ 21 માતૃશક્તિની પસંદ કરવાના હતા.  જેમાં ગુજરાત લેવલે બનાસકાંઠાના  શ્રીમતી ભામિનીબેન મિસ્ત્રી સિલેક્ટ થયેલ.  ત્યારબાદ આ સિલેક્ટ થયેલ માતૃશક્તિ  માટે વોટિંગ સિસ્ટમ શરૂ થયેલ. પ્રતિયોગિતા ના ત્રીજા ચરણમાં … ફેસબુક – યુટ્યુબ  એક્ટિવીટીનું મોનીટરીંગ અને  લોકચાહના ના પ્રતિક રૂપ મળેલ વોટ ના આધારે  મૂલ્યાંકન થયેલ. જેમાં  ગુજરાતના  બનાસકાંઠા જિલ્લાના કાણોદર મુકામે ઇન્દિરાનગર વિસ્તારમાં  આવેલ સરકારી પ્રાથમિક શાળામાં HTAT આચાર્ય તરીકે સેવા આપતા *શ્રી ભામિનીબેન  હિંમતલાલ મિસ્ત્રી  રાષ્ટ્રીય સ્તરે છઠ્ઠા ક્રમે અને ગુજરાત લેવલે પ્રથમ ક્રમે વિજેતા ઘોષિત થયા છે.* આ પસંદગી તેમના સેવાકીય  ઉત્કૃષ્ઠ કાર્યો , વિશેષતાઓ,  સિદ્ધિઓ  અને  સમર્પિત કર્મકૌશલ્ય ,  મીડિયા સપોર્ટ અને ઓન લાઇન વોટિંગ સિસ્ટમના આધારે  થઈ છે.2014 પૂર્વે તેઓ ઉત્તર ગુજરાતના  વિદ્યામંદિર ટ્રસ્ટ માં સેવાધીન હતા.બહેનશ્રી ઉપર ગુજરાતના ખૂણે ખૂણેથી  અભિનંદનની સરવાણી વહી રહી છે. તેમણે પોતાના ઉન્નત કાર્યો થી ગુજરાતના શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Check Also
Close
Back to top button
error: Content is protected !!