NANDODNARMADA

એકતાનગર ખાતે દાંડીયાત્રીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

એકતાનગર ખાતે દાંડીયાત્રીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

સૌ દાંડીયાત્રીઓ પદયાત્રા કરીને પહોંચશે “સરદાર પટેલ” સ્ટેચ્યુ ઓફ યુનીટીના પ્રવાસે

રાજપીપલા : જુનેદ ખત્રી

દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે ૧૨મી માર્ચ, ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ઉદઘાટનના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૩૮૫ કિમી ૮૧ દાંડી માર્ચરને લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સૌ દાંડીયાત્રીઓ એકબીજા સાથે મુલાકાત કરી શકે તેવા ઉમદા આશય સાથે એકતા નગર-કેવડીયા ખાતે તા.૨ એપ્રિલ, ૨૦૨૩ રવિવારના રોજ ગુજરાતના તમામ જિલ્લામાંથી ભાગ લેનાર દાંડીયાત્રીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ દાંડીયાત્રીઓ વિશ્વની સૌથી ઊંચી ગૌરવરૂપી પ્રતિમા “સરદાર પટેલ” સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પદયાત્રા કરી પહોંચવાના છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સૌ પ્રથમ દાંડીયાત્રા ૧૨મી માર્ચ, ૧૯૩૦ ના રોજ ૮૧ દાંડીયાત્રીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કરવા સાબરમતીથી દાંડી સુધી દાંડીયાત્રા કરી હતી. ત્યારબાદ ૯૧ વર્ષ બાદ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ફરી એક વખત એ જ માર્ગ પર ૨૫ દિવસની ૩૮૫ કિમીની દાંડીયાત્રા કરવામાં આવી, જેમાં નર્મદા જિલ્લાના બે દાંડીયાત્રીઓની પસંદગી થઈ હતી. જે દાંડીયાત્રી તરીકે ખૂબ જ ગર્વ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!