NANDODNARMADA

હાઇ વોલટેજ રાજકીય ડ્રામા વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેની ડીબેટ મોકૂફ

હાઇ વોલટેજ રાજકીય ડ્રામા વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેની ડીબેટ મોકૂફ

સાંસદે ડીબેટમાં ભાગ લેવાથી પીછે હટ કરી જ્યારે ચૈતર વસાવાને પોલીસે મોવી ચોકડી પાસે રાજપીપળા આવતા અટકાવ્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે રાજપીપળા ગાંધી ચોક પાસે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે ડીબેટ યોજવાની હતી ત્યારે સૌ કોઈની નજર આજની આ જાહેર ચર્ચા ઉપર હતી

ચર્ચાના આગલા દિવસે ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાએ અરાજકતા ફેલાય અને કાયદો વ્યવસ્થા બગડે તે કારણ આગળ ધરી ડીબેટ માં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે આપ ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા થી પોતાના સમર્થકો સાથે રાજપીપળા ડીબેટમાં ભાગ લેવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે મુવી ચોકડી પાસે તેમને અટકાવી દીધા હતા

જોકે સમગ્ર મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અમને જણાવાયું છે કે મનસુખભાઈ ડિબેટમાં ભાગ લેવા આવવાના નથી તમે પણ અટકી જાવ , ભાજપ સાંસદ સાથેના લોકોએ કરેલ ભ્રષ્ટાચારના તમામ પુરાવા સાથે હું ત્યાં જઈ રહ્યો હતો ત્યારે મનસુખભાઇ આજે પોતે પુરાવા આપી શકે તેમ નહોતા જેથી તેઓ આવ્યા નહિ મનસુખભાઇ સિનિયર સાંસદ છે તેઓએ જે આક્ષેપ કર્યા હતા તે આખું ગુજરાત જાણવા માંગે છે ત્યારે આગામી દિવસોમાં ચૈતર વસાવા બદનક્ષીનો દાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી

સાંસદે ડીબેટ માં નહિ આવા માટે અરાજકતા ફેલાય તે કારણ આગળ ધરી દીધું હતું જોકે સાંસદે કરેલ પીછે હટ બાદ ભારે ચર્ચા એ જોર પકડ્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!