NAVSARIVANSADA

નવસારી:વાંસદા પ્રાથમિક શાળા માં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી વાંસદા તાલુકામાં આવેલ વાંસદા કુમાર અને કન્યા શાળા નાં વિદ્યાર્થીઓને આઠમા ધોરણનો અભ્યાસ પૂરો થતા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. બાળકોએ ખુશનુમા વાતાવરણમાં નૃત્ય ગીત અને કૃતિઓ રજુ કરીને અંતે રાષ્ટ્રગીત ગાયુ હતું..બાળકોને વિદાયમાન શુભેચ્છા રૂપે પુષ્પગુચ્છ અને બોલપેન આપી અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેનેડા નિવાસી શ્રી ચૈતન્યભાઈ સગર અતિથિપદ પર બિરાજમાન હતા.અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.શ્રીમતિ પ્રીતિબેન રાકેશભાઈ શર્મા એ બાળકોને સંબોધીત કરી અલ્પાહાર કરાવ્યો હતો.કાયમી ધોરણે સતત શૈક્ષણિક સંસ્થાઓને પ્રોત્સાહિત કરતા સેવાભાવી એવા અગ્રણી સામાજિક કાર્યકર શ્રી રસિકભાઈ સુરતી એ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આપ્રસંગે ખાસ ઉપસ્થિત કાયમી દાતા શ્રીધર્મેન્દ્રભાઈ(ધનાભાઈ) પારેખ અને યોગીભાઈ તથા જાણીતા વકીલશ્રી પ્રદ્યુમનભાઈ એ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. શ્રીજી ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ ખડકાળાના આચાર્યશ્રી ગૌરવભાઈ બ્રહ્મભટ્ટએ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી સમાજમાં શિક્ષણ અને શિક્ષક્ની મહત્તા વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.શાળાના આચાર્ય શ્રીમતિ હિનાબેન પટેલ તેમજ કન્યાશાળાના આચાર્ય શ્રીમતિ પરેશાબેન રાઠોડએ શાળાની વિવિધ પ્રવૃત્તિઓ નો ખ્યાલ આપી મહેમાનોને સ્મૃતિ ભેટ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શિલ્ડ અર્પી સન્માન કરી આભાર માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!