SAYLASURENDRANAGAR

નવી મોરવાડ ગામેથી બારબોર બેરલ બંદૂકથી ફાયરિંગનો વિડીયો પોસ્ટ કરનાર ઈસમો ઝડપાયા.

તા.01/04/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

એક બાર બોર ડબલ બેરલ બંદૂક કિ.રૂ.15,000 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ

ગધેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી હકીકત મેળવી કે સોશિયલ મીડિયા ઉપર જાહેરમાં બાર બોર ડબલ બેરલ બંદૂકથી બે ઈસમો એક એક રાઉન્ડ ફાયરિંગ કરતા વિડીયો મળેલ જે વિડીયો અંગે તપાસ હાથ ધરી વીડિયોમાં ફાયરિંગ કરનાર ઇસમને શોધી એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા વીડિયોમાં ફાયરિંગ કરનાર અમિતભાઈ મનસુખભાઈ માત્રાણીયા ઉ.19 તથા અજયભાઈ રસિકભાઈ માત્રાણીયા ઉ.25 બંને નવી મોરવાડ ચુડા જી. સુરેન્દ્રનગર વાળો હોય અને વીડિયોમાં જે હથયારથી ફાયરિંગ કરતા તે ડબલ બેરલ બંદૂક બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે બંદૂક આરોપી 1 એકના દાદા રામજીભાઈ ભુદરભાઈ માત્રાણીયા નવી મોરવાડ સુરેન્દ્રનગર વાળા હોવાનું જણાવેલ અને આ અત્યારનો પરવાનો ધરાવે છે જે પરવાનો તા.31/12/2023 સુધી રીન્યુ થયેલ છે આ પરવાના વાળી બંદૂકથી આજથી ત્રણ વર્ષ પહેલા આ કામના આરોપીના કુટુંબી ભાઈના લગ્ન હોય જેના લગ્નમાં નવી મોરવાડ ગામે જાહેરમાં બંને ઈ સમયે એક રાઉન્ડ ફાયરિંગ કરેલાની કબુલાત કરતા મજકુર ઈસમના કબજા ભોગવતા માંથી ડબલ બેરલની બંદૂક કિ.રૂ.15,000 નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ઈસમોને ચુડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!