RAJKOTUPLETA

જેતપુર તાલુકા કક્ષા ની ‘પોષણ પખવાડિયા’ ની ઉજવણી કરવામા આવી

બાળવિકાસ યોજના અધિકારી પાયલ બેન ઓઝા દ્વારા બાળકના પોષણ અને ટેક હોમ રાશન માંથી બનતી વાનગી અને તેના ફાયદા વિષે જાણકારી આપી હતી.

૧ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

જેતપુર તાલુકામાં આઇ. સી. ડી.એસ.વિભાગ અને આરોગ્ય વિભાગ અને બાળ વિકાસ યોજના અધિકારી ના માર્ગદર્શન થી મુખ્યસેવીકા ના સંકલનથી પોષણ પખવાડા ની ઉજવણી અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈ યોજવામાં આવી.


જેમાં આંગણવાડી ના ૨ થી ૩ વર્ષના બાળકો ના વજન ઊંચાઈ અને ઉંમર મુજબના સંપૂર્ણ રસીકરણ ના માપદંડ મુજબ ૧ થી ૩ નંબર ને પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. તથા સુપરવાઈઝર દ્વારા મીલેટસ્ (શ્રી અન્ન) જેવા કે જુવાર, બાજરી, કાંગ ,મકાઈ, રાગી માંથી બનાવેલ વિવિધ પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવેલ. આ તકે rbsk ની ટીમ અને સંપૂર્ણ આરોગ્ય વિભાગના સંકલન થી બાળકોની તપાસ કરવામાં આવેલ.તથા બાળવિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા બાળકના પોષણ અને ટેક હોમ રાશન માંથી બનતી વાનગી અને તેના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. તથા સુપરવાઈઝરશ્રી હેતલબેન શાહ દ્વારા મીલેટસ્ (શ્રી અન્ન) ના ફાયદા અને તેમાંથી બનતી વાનગી અને તેમાંથી મળતા પોષક તત્વો વિશે માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ PDU મેડિકલ કોલેજ માંથી પધારેલ આસિસ્ટન્ટ પ્રોફસર ડૉ. ભારત ગોહેલ દ્વારા બાળકોના આરોગ્ય અને પોષણ વિષયક ચર્ચા કરવામાં આવેલ. જેતપુર સિટી આ.વા. કાર્યકર બહેનોએ આં કાર્યક્રમ ને સફળ બનાવવા માં ભારે જહેમત ઉઠાવી હતી સાથે પોષણ પખવાડિયા ને અનુરૂપ રંગોળી પણ બનાવવામા આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!