AHAVADANG

ડાંગ: શામગહાન પાસે બે બાઇક સવારો સામસામે ભટકાતા એકનું મોંત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં શામગહાન નજીક આહવાનાં બે મોટરસાયકલ સવારો વચ્ચે અકસ્માતનાં બનાવમાં એક ઇસમનું ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ….પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે રાત્રીનાં અરસામાં સાપુતારાથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં શામગહાન ચોકડી નજીકનાં ઉતરાણવાળા માર્ગમાં આહવા નગરની મોટરસાયકલ ન.જી.જે.05.એફ.જી.6415નાં ચાલકે મોટરસાયકલ ન.જી. જે.21.આર.5317ને પુરપાટવેગે પાછળથી ભટકાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાઇકલ ન.જી.જે.21.આર.5317 પર સવાર આહવાનાં યુવાનોમાં કૌશિક અરૂણભાઈ ગાયકવાડનાં માથા,પગ તથા જમણા હાથમાં ગંભીર ઈજાઓ પોહચી હતી.જ્યારે તેમની સાથે સવાર પ્રદીપભાઈ કામડી તથા અન્ય મોટરસાયકલ ચાલકને પણ નાની મોટી ગંભીર ઈજાઓ પોહચતા આ તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.જ્યાં આ તમામની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.આ ત્રણેય ઇજાગ્રસ્તમાંથી કૌશિકભાઈ અરૂણભાઈ ગાયકવાડ ઉ.29.રે.આહવા આંબાપાડાનું ગંભીર ઈજાઓનાં પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. આ અકસ્માતનાં બનાવમાં બન્ને મોટરસાયકલને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!