JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોષણ પખવાડિયા અન્વયે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

તા.૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતના સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડીમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

પોષણ પખવાડા અન્વયે ગત તા. ૨૭ માર્ચના રોજ ‘કુપોષણ નાબૂદ કરવામાં મિલેટ (શ્રીઅન્ન)ની ભૂમિકા’ વિષય પર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. ગત તા. ૨૮ માર્ચના રોજ સ્વસ્થ બાળક સ્પર્ધા યોજી બાળકોને પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ગત તા. ૨૯ માર્ચના રોજ મમતા દિવસ નિમિત્તે સગર્ભાઓની આરોગ્ય ચકાસણી અને બાળકોનું રસીકરણ કરાયું હતું. ગત તા. ૩૦ના રોજ પોષણ આધારિત તંદુરસ્ત આહાર અંગે જાગૃતિ લાવવા શિબિર યોજાઈ હતી. ગત તા. ૩૧ના રોજ રેલી થકી મિલેટ વિશે જનજાગૃતિ લાવવામાં આવી હતી. તેમ પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!