JUNAGADHVISAVADAR

આઠ મહિના સુધી સરપંચએ મહિલા ઉપસરપંચે સાથે આચર્યું દુષ્કર્મ

ગુજરાત રાજ્યના વિસાવદર ખાતેથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક પક્ષના નેતા અને સરપંચ પર મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા વિસાવદરના રાજકારણમાં ભૂંકપ સર્જાયો છે. વિસાવદર આમ આદમી પાર્ટીના કાર્યકર અને સરસઈના સરપંચ, ઉપસરપંચે મહિલાના બિભત્સ ફોટા પાડી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ થઈ છે.મહિલાને સતત આઠ મહિનાથી આરોપીઓએ નોંચી ખાધી હતી. સરપંચ, ઉપસરપંચ મહિલાને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી સતત આપીને છેલ્લા આઠ મહિનાથી દુષ્કર્મ આચરતા હતા. મહિલા સાથે પાડેલા બિભત્સ ફોટો વાઈરલ કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધવા મુદ્દે વિસાવદર પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આરોપીના બે મહિલા સાથેના બિભત્સ ફોટા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ફોટા વાઈરલ થતા બંને આરોપી ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. આ અંગે પીડીત મહિલાએ આમ આદમી પાર્ટીના કાર્યકર એવા સરસઈના સરપંચ ચેતન જમન દુધાત અને ઉપસરપંચ જયદિપ દિલીપ લાખાણી વિરૂધ્ધ વિસાવદર પોલીસમાં આજે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઉપસરપંચ જયદિપ લાખાણીના ફોટા સોશ્યલ મિડીયામાં વાઈરલ થયા છે. જેમાં તેઓ મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળે છે. સરપંચ, ઉપસરપંચ છેલ્લા આઠ માસથી મહિલા સાથે શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા પાડતા હતા. બિભત્સ ફોટા બતાવી મહિલાને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરતા હતા. ઘર પર તથા અન્ય સ્થળો પર મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

સરસઈના સરપંચ વિરૂધ્ધ થોડા દિવસો પહેલા માર મારવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાના કામે પોલીસ દ્વારા સરપંચની આજે ધરપકડ કરવામાં આવી હતી. સરપંચને પોલીસ હવે દુષ્કર્મના ગુનામાં પણ ધરપકડ કરે તેવી શકયતા જોવા મળી રહી છે. ઉપસરપંચ જયદિપ લાખાણી હાલ ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા તેમને પકડવા માટેના ચક્રો ગતીમાન કરી દેવામાં આવ્યો છે.
સરપંચ અને ઉપસરપંચ છેલ્લા આઠ મહિનાથી સતત આજ સુધી ફરિયાદી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બંને આરોપીઓ ભોગ બનનાર મહિલા અને તેના પતિને મારી નાખવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત મહિલા સાથેના બિભત્સ ફોટા વ્હોટસએપમાં વાઈરલ કરી દીધા છે. જે અંગે મહિલાએ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સરસઈના સરપંચ ચેતન જમન દુધાત અને ઉપસરપંચ જયદિપ દિલીપ લાખાણી વિરૂધ્ધ આઈપીસી ૩૭૬-ડી, પ૦૬-ર, આઈટી એકટ ૬૭ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!