JUNAGADHVISAVADAR

મહિલા પર દુષ્કર્મ આચરવાના કેસમાં સરપંચની ધરપકડ

વિસાવદરના સરસઈ ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા આઠ-દસ માસથી ફરિયાદી મહિલા સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવતો હતો. બંને આરોપીઓ ભોગ બનનાર મહિલા અને તેના પતિને મારી નાખવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત મહિલા સાથેના બિભત્સ ફોટા વ્હોટસએપમાં વાઈરલ કરી દીધા હતા જે બાદ મહિલાએ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધવા મુદ્દે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા પર દુષ્કર્મ આચરી તેના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. સરપંચ અને ઉપસરપંચ છેલ્લા 10 મહિનાથી મહિલાનું શારિરીક શોષણ કરતા હતા. ઉપસરપંચ જયદીય લાખાણી અત્યારે પોલીસની પકડથી દૂર છે. પોલીસે તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. ડીવાયએસપી ખુદ આ કેસની તપાસ કરી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!