SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

સુરત: રાજસ્થાન શ્રી વૈષ્ણવ સમાજ ચાર સંપ્રદાય નું “હનુમાન જન્મોત્સવ”નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવગઠિત રાજસ્થાન શ્રી વૈષ્ણવ ચાર સંપ્રદાય સંગઠન પ્રારંભ ના પેહલા વેહેલા ભવ્ય આયોજન માં હજારો ની તાદાતમાં રાજસ્થાન તેમજ ગુજરાતના વૈષ્ણવ સમાજનાં પ.પૂ.સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આ જન્મ મહોત્સવ કાર્યક્રમને શોભાવ્યો હતો.સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તાર માં આઈ માતા રોડ ખાતે SMC કમ્યુનિટી હોલમાં શ્રી વૈષ્ણવ સમાજ ચાર સંપ્રદાય દક્ષિણ ગુજરાત સુરત દ્વારા હનુમાન જયંતિ નું કાર્યક્રમ દિવ્ય દરબાર,અખંડ જ્યોત,ભજન સંધ્યા,મહાપ્રસાદ સાથે યોજવામાં આવ્યું હતું.રાજસ્થાન શ્રી વૈષ્ણવ સમાજ ચાર સંપ્રદાય ના અધ્યક્ષ આનંદરાજભાઈ વૈષ્ણવ જણાવ્યા મુજબ નવ સંગઠનનું આ પહેલું વહેલું આયોજન હનુમાન જન્મોત્સવ રૂપે ગુરુવારે વાજતે ગાજતે પૂર્ણ થયું હતું શ્રી હનુમાન દાદા ના શ્રુંગારિત દરબાર સાથે અખંડ જ્યોત, 56 ભોગ સવામણી મહાપ્રસાદ અને વિશાળ ભજન સંધ્યાનો આયોજન રાખવામાં આવ્યું હતું સાંજે 6:00 કલાકે ભજન સંધ્યા પ્રારંભ થયો હતો જેમાં સુરત શહેરના જાણીતા ગાયક સુરેશ જોશી અને પૂનમ ચોપડાએ ” રામ લખન અને જાનકી” ની જીવંત ઝાંકી” કરાવતુ દ્રષ્યનાં અનુરૂપ મીઠી મધુર ભજન ની સુરાવલી થી ઉપસ્થિત તમામને અનેક ભજનોની રમઝટ થી સંગીતમય વાતાવરણમાં” શ્રીરામ નાં જયનાદ” સાથે ભક્તિમય વાતાવરણમાં તરબોળ કરી દીધા હતા.સંગીતના ભક્તિમય માહોલ ભાઈઓ અને બહેનો નાચ ગાન કરી ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ સમાજ ના સામુહિક મહાપ્રસાદનો આયોજન રાખવામાં આવ્યું હતું હજારો ની જન મેદની એ ભજનો નું આનંદ માણી મહા પ્રસાદી નો લાભ લીધો હતો.આયોજ કે જણાવ્યા મુજબ આ આયોજનમાં સમાજ ના દાન દાતાઓ નું સન્માન યોજવામાં આવ્યું હતું.સાથે જ પ્રતિભા એકેડેમી ની કન્યા ઓ એ સુંદર કથક નૃત્ય ની રજૂઆત કરી. રામ દરબાર અને હનુમાન દાદા ની જીવંત ઝાકિયો પણ પ્રસ્તુત કરવામાં આવી સમાજ ના નવયુવાનો ની ટીમ સમાજના લોકો ને એક છત્ર નીચે ભેગા કરી સમાજને એક નવી દિશામાં લઈ જવા માટે અને સમાજ હિતના અનેક કાર્યક્રમો કરવા માટે હનુમાન જન્મોત્સવ થી શુભારંભ કરી નવી પહેલની શરૂઆત કરવામા આવી હતી.આ આયોજન માં સમાજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેતા વૈષ્ણવ સંપ્રદાયનાં અધ્યક્ષ આનંદરાજ ભાઈ એ તમામ વૈષ્ણવ જનો નો આભાર માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!