JUNAGADHVISAVADAR

સરપંચ અને ઉપસરપંચ સામે કડક કાર્યવાહી બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, દુષ્કર્મ કેસ માં ધરપકડ કરાયેલ

જૂનાગઢના વિસાવદર તાલુકાના સરસઈ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગામના સરપંચ અને ઉપસરપંચ બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હમણા થોડા દિવસો પહેલા જ મહિલાએ સરસઈ ગામના સરપંચ ચેતન દૂધાત અને ઉપસરપંચ જયદીપ લાખાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે. બન્નેએ 8-10 મહિના સુધી તેનું યૌનશોષણ કર્યું હતું. દુષ્કર્મ આચરીને તેના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. મહિલાની આ ફરિયાદ બાદ હવે જિલ્લા વિકાસ અધિકારીએ ગંભીરતાને ધ્યાનમાં રાખીને બન્નેને હોદ્દા પરથી દૂર કરી દીધા છે.

સરસઈ ગામના સરપંચ અને ઉપસરપંચ પર દુષ્ક્રમનો આરોપ લાગ્યો ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે રિપોર્ટ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!