KHERGAMNAVSARI

ખેરગામ બજારનુ ગટરનું ગંદુ મળમૂત્ર વાળું પાણી નિકાલના શોષકૂવા મુદ્દે ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવા.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ બજારનુ ગટરનું ગંદુ મળમૂત્ર વાળું પાણી નિકાલના શોષકૂવા મુદ્દે ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવા.

 

ખેરગામ બજારના 180કનેકશન માંથી 80% ઘરોમાં મળમૂત્રના ગંદા પાણીના નિકાલ માટે શોષકૂવા બનાવવામાં આવ્યા નથી.

ખેરગામમાં તાજેતરમાં જ બનાવાયેલી ડ્રેનેજના પાણીના નિકાલની ગટર લાઈનનું પાણી વોર્ડ નં.3 અને 13 તરફના કોતરમાં જવાના પગલે ત્યાંના લોકોએ ગ્રામ પંચાયત ખાતે 2થી3 વાર ગ્રામસભા કરવામાં આવી હતી અને પંચાયતે ગટર સમિતિના હોદ્દેદારોને પાણી બંધ કરવા પણ નોટીસ આપી હતી. પરંતુ હજુ સુધી આ બાબતે સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવી નથી. બજાર વિસ્તારમાં જૂની ગટરના પાઈપ કાઢી એની જગ્યાએ મોટા પાઇપ નાખી લાખો રૂપિયાને ખર્ચે નવી ગટરલાઇન તૈયાર કરવામાં આવી છે.પરંતુ ગટરલાઈનનું ગંદુ મળમૂત્ર વાળું પાણી કોતરમાં સીધું છોડી દેવામા આવે છે. મળમૂત્ર વાળું પાણી સીધું કોતરડામા છોડવાનું સરકારશ્રીની કઈ યોજનામા આવે છે ? બજારના 80% ઘરોમાં મળમૂત્રના ગંદા પાણીના નિકાલ માટે શોષકૂવા બનાવવામાં આવ્યા નથી જે બાબતે તંત્રને કોઈ જાણજ નથી તેવુ લાગી રહ્યુ છે.દાદરી ફળિયા વોર્ડ નં.3 અને વોર્ડ નં.13ના રહીશોએ ગંદા પાણીથી કુવા તથા બોરના પાણી બગડવાની તેમજ ખેતરોમાં પાકને નુકશાન થવાની અને આરોગ્ય સાથે જોખમ જોવા મળી રહ્યું છે આ બાબતે ખેરગામ બજારની નવી ગટરના યોજના ના ગંદા પાણી નિકાલ બાબતે તે દરમિયાન તારીખ 29/12/2022 ના રોજ

1.મે. જિલ્લા કલેકટર સાહેબશ્રી નવસારી.
2.મે.જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી.
3.મે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી.
4.મે.મામલદાર સાહેબશ્રી ખેરગામ.
5.મે.તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ.
જેવોને લેખિતમા રૂબરૂ તથા પોસ્ટ રજીસ્ટર એડી દ્વાર અને ગામ જનોએ મામલતદારશ્રી આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ ગામ સભામા ઠરાવ કર્યા અને આવેદનપત્ર આપ્યા છતાપણ તંત્ર દ્વારા બજાર વિસ્તારના શોષકૂવા મુદ્દે કામગીરી હાથ ધરીહોય તેવુ લાગતુ નથી.હવે જોવાનું રહ્યુ બજાર વિસ્તાર શોષકૂવા બનશે કે કેમ??

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!