GIR GADHADAGIR SOMNATH

*યુવા જોડો અભિયાન* અંતર્ગત ઊના ના શુભમ બાગ ખાતે ઊના શહેર,ઊના તાલુકો અને ગીર ગઢડા તાલુકા ના સંયુક્ત ઉપક્રમે અનુ.જાતિ મોરચા ની મહત્વ ની બેઠક જિલ્લા મોરચા ના મહામંત્રી પ્રવીણભાઈ સાંખટ ની અધ્યક્ષતા માં યોજાય

વાત્સલ્યમ્  સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ઊના તાલુકાના શુભમ બાગ ખાતે યુવા જોડો અભિયાન અંતર્ગત અનુ. જાતિ મોરચા ની મહત્વ ની બેઠક મળી હતી.

ગુજરાત પ્રદેશ અનુ. જાતિ મોરચા ના પ્રદેશ પ્રમુખ  ગૌતમભાઈ ગેડીયા અને ગીર સોમનાથ જિલ્લા અનુ. જાતિ મોરચા ના પ્રમુખ માનસિંગ ભાઈ વાઘેલા ની સુચના થી ઊના શહેર, ઊના તાલુકો અને ગીર ગઢડા તાલુકા ના સંયુક્ત ઉપક્રમે અનુ.જાતિ મોરચા ની મહત્વ ની બેઠક ઊના ખાતે મળી હતી.

આ બેઠક માં ગીર સોમનાથ જિલ્લા મોરચા ના મહામંત્રી પ્રવિણ ભાઈ સાંખટ,મંત્રી દિનેશ ભાઈ મારૂ, જીલ્લા કારોબારી મેમ્બર અરવિંદ ભાઈ પરમાર, મહંત કેશવ બાપુ, ઊના તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન કાળુભાઇ સરવૈયા, પૂર્વ ચેરમેન અને વરિષ્ઠ આગેવાન અરજણ ભાઈ ચૌહાણ ઊના તાલુકા અનુ. જાતિ મોરચા ના પ્રમુખ વિનુભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ બચુભાઈ વાઢેર, ઊના નગર પાલિકા ના સદસ્ય  ગિરીશ ભાઈ પરમાર,ઊના શહેર અનુ. જાતિ મોરચા ના પ્રમુખ નાથાભાઈ ચૌહાણ,મહામંત્રી લાલજીભાઈ બાબરીયા, ગીર ગઢડા તાલુકા અનુ. જાતિ મોરચા ના પ્રમુખ કરશનભાઈ ચૌહાણ, મહામંત્રી નાથાભાઈ વાઢેર,યુવા અને એડવોકેટ જીતુભાઈ જાદવ, સક્રિય કાર્યકર દિનેશભાઈ ઉનેવાળ,યુવા કાર્યકર  રવિભાઈ સાંખટ વિગેરે પદાધિકારી ઓ હાજર રહ્યાં હતા.

આ મીટિંગ માં પ્રદેશ લેવલે થી ચાલતો યુવા જોડો અભિયાન કાર્યક્રમ વિશે જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ સાંખટ દ્વારા ઓનલાઇન સભ્ય નોંધણી વિશેની માહિતી વિગતવાર પૂરી પાડવામાં આવી હતી અને વધારે માં વધારે અનુ. જાતિ ના યુવાનો આ અભિયાન માં જોડાઈ તેવો સહિયારો પ્રયત્ન કરવા આહવાન કર્યુ હતુ.

મીટિંગ ની આભાર ઊના તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના પૂર્વ ચેરમેન અને વરિષ્ઠ આગેવાન  અરજણભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!