SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

કિશોરીનો ચુંબન કરતો ફોટો પાડી યુવકે કિશોરીને બ્લેકમેઈલ કરી ટુકડે ટુકડે 50 હજાર રૂપિયા પડાવી લીધા

સુરતના વરાછામાં ઈંસ્ટાગ્રામ થકી ફ્રેન્ડ બનેલા યુવકે કિશોરીને બ્લેકમેઈલ કરી ટુકડે ટુકડે 50 હજાર રૂપિયા પડાવી લીધાની ઘટના બની છે. વિકાશ વિશ્વકર્મા નામના યુવાને ઈંસ્ટા થકી ફ્રેન્ડ બનેલી કિશોરીનો ચુંબન કરતો ફોટો પાડી તેનો દુરુપયોગ કરતો હતો.

સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ થાય છે એટલો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ઘણાં માતાપિતા પોતાના બાળકને હોંશિયાર બનાવવા માટે મોબાઈલ પકડાવી દે છે. મોબાઈલ એ આજની જરૂરિયાત છે પરંતુ એક ચોક્કસ લિમિટમાં ઉપયોગ થાય તો.. પરંતુ ઘણાં બાળકો મોબાઈલ થકી સોશિયલ મીડિયાના રવાડે ચડી જાય છે. આવી જ કંઈક ઘટના સુરત વિસ્તારમાં બની છે.

સુરતમાં બનેલી ઘટના મુજબ ઈંસ્ટાગ્રામ પર 14 વર્ષીય છોકરી એક યુવકના સંપર્કમાં આવી હતી. ઈંસ્ટાગ્રામ પર યુવકે છોકરી સાથે ચેટ કરીને તેની ફ્રેન્ડ બનાવી લીધી. એ પછી છોકરીને મળવા માટે બોલાવી હતી. કિશોરી છોકરાને મળવા આવતાં તેને વાતોમાં ભોળવીને ચુંબન કરતો ફોટો પાડી લીધો. એ પછી છોકરીને વારંવાર મળવા બોલાવતો હતો. અને ચુંબન કરતો ફોટો બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો.

વિકાસ વિશ્વકર્મા કિશોરીને બોલાવી ચુંબન કરતા ફોટો પાડી લીધેલો એ બતાવી રૂપિયાની માગ કરતો રહ્યો. કિશોરી પણ ઘરમાંથી થોડા થોડા કરીને યુવકને રૂપિયા ચુકવતી રહી. કિશોરીએ થોડા થોડા કરીને ઘરમાંથી રૂપિયા 50 હજારની ચોરી કરીને યુવકને આપ્યા હતાં. છતાં યુવકે કિશોરીને બ્લેકમેલ કરવાનું છોડ્યું નહીં. છોકરીએ પૈસા આપવાની ના પાડતાં વિકાસે ઘરે આવી રૂપિયાની માગણી કરી હતી. કિશોરીની માતાને સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લફરાબાજ યુવક અને તેના ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!